Tilted Green Blob

2 મિનિટમાં જ ફાટ્યા વિના બફાશે બટેકા, બદલી નાંખો જૂની રીત

Tilted Green Blob

બટાકા એક એવી શાકભાજી છે જે દરેક શાકમાં નાંખવામાં આવે છે.

Tilted Green Blob

બટાકા સરળતાથી દરેક ઘરમાં મળી જાય છે.

Tilted Green Blob

બટાકાનું શાક ટેસ્ટી લાગે છે સાથે જ લોકો તેના પરાઠા પણ મનભરીને ખાય છે.

Tilted Green Blob

પરંતુ જો ટેસ્ટી ફૂડની વાત આવે તો બટાકા બાફવામાં ઘણો સમય લાગી જાય છે.

Tilted Green Blob

બટાકા બાફવામાં આશરે 15-20 મિનિટનો સમય લાગી જાય છે.

Tilted Green Blob

ઘણીવાર એવું બને છે કે બટાકા સારી રીતે બફાતા નથી અને ઘણીવાર તે ફાટી પણ જાય છે.

Tilted Green Blob

તેવામાં આજે અમે તમને બટાકા બાફવાની સરળ ટિપ્સ જણાવીશું, જેની મદદથી 2 મિનિટમાં બટાકા બાફી શકાય છે.

Tilted Green Blob

બટાકા બાફવા માટે હંમેશા એક જ આકારના અને નાના બટાકા પસંદ કરો. તેનાથી તે જલ્દી બફાશે.

Tilted Green Blob

સૌથી પહેલા બટાકાને 1-2 વાર પાણીથી ધોઇને સારી રીતે સાફ કરો. પછી તેને છોલ્યા વિના જ બે ભાગ કરીને બાફો.

Tilted Green Blob

હવે કુકરમાં પાણી, બટાકા, અડધી ચમચી મીઠુ અને એક લીંબુ કાપીને નાંખો.

Tilted Green Blob

હવે કુકરનુ ઢાંકણ બંધ કરીને બટાકા તેજ આંચ પર બાફો. 2-3 મિનિટમાં બટાકા બફાઇને તૈયાર થઇ જશે અને  તેનાથી બટાકા ફાટશે પણ નહીં.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.