છીંક રોકવાની ભૂલ થઈ શકે છે જોખમી

નાકમાં જ્યારે કોઈ સ્મેલ અથવા ધૂળ આવે છે તો પ્રતિક્રિયા રુપે છીંક આવે છે. 

ઘણીવાર આપણે મિટીંગ અથવા ધાર્મિક કામ દરમિયાન છીંક રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. 

મેડિકલ સાયન્સ પણ કહે છે કે આ કરવું જોખમી સાબિત થઈ શકે છે. 

તેનાથી શરીરની અંદર ઈજા પણ પહોંચી શકે છે. 

છીંક રોકવાના પ્રયત્નના કારણે એક વ્યક્તિની ગળાની કોશિકાઓ ફાટી ગઈ હતી.

ભારે દુખાવાના કારણે કંઈપણ ગળવું કે બોલવામાં પણ મુશ્કેલી થવા લાગી હતી.

છીંક રોકવાના પ્રયત્નથી કાનને પણ નુકસાન પહોંચી શકે છે.  

ત્યાં સુધી કે, મગજની નસ પણ ફાટી શકે છે. 

ઈએનટીના ડૉક્ટર હંમેશા તેનાથી બચવાની સલાહ આપે છે.

દેશ-દુનિયાના તમામ ટ્રેન્ડિંગ સમાચારોથી અપડેટ રહેવા માટે ક્લિક કરો