સૂતા-સૂતા 4 કિલો ઉતરશે વજન

સારી ઉંઘનો વજન ઘટવા સાથે એક ગાઢ સંબંધ છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો શરીરના વજન અને ગાઢ ઉંઘ વચ્ચેનો સંબંધ સ્વીકારવા લાગ્યા છે. 

જો રાત્રે એક કલાક લાંબી ઉંઘ મળે તો લોકો બીજા દિવસે 270 કેલરીનું ઓછું સેવન કરે છે.

એવું કરવાથી લોકો એક વર્ષમાં 4 કિલો સુધી વજન ઓછું કરી શકે છે. 

સારી ઉંઘ લોકોને સ્વાસ્થ્યવર્ધક ખોરાક અપનાવવામાં મદદ કરે છે.

જે લોકો રાત્રે ફક્ત 4 કલાક સુવે છે તે લોકો બીજા દિવસે વધારે ખોરાક ખાય છે. 

પૂરતી ઉંઘ ન મળવાના કારણે ઘેરેલિન નામના ભૂખ લાગનારા હાર્મોનનું સ્તર વધારી દે છે. 

ઉંઘની ઉણપથી લેપ્ટિનનું સ્તર ઓછું થાય છે. જે ભૂખને દબાવનાર હાર્મોન હોય છે. 

ઓછી ઉંઘ લેનાર લોકોને મીઠું, ગળ્યુ અને વધુ ફેટવાળા ખોરાકની તૃષ્ણા ઉદ્ભવે છે.

અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. તેનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાંતોની સલાહ લો. ન્યૂઝ18 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી.