પ્લાસ્ટિકની ગંદી બોટલ 5 મિનિટમાં આ રીતે ચમકાવો

લગભગ દરેકના ઘરમાં પાણી બરવા માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવે છે.

વધુ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં આવે તો આ બોટલ ગંદી દેખાવા લાગે છે.

તેવામાં આજે અમે તમને કેટલાંક એવા ઉપાય જણાવીશું જે તમારી પ્લાસ્ટિકની બોટલને એકદમ નવા જેવી ચમકાવી દેશે.

MORE  NEWS...

ફુલાવરમાંથી જીવાત કે ઇયળ કાઢવા માટે કમાલની 6 ટિપ્સ

કબજિયાતથી મળશે છૂટકારો, પાણીમાં આ દેશી વસ્તુ નાંખીને પીવો

પ્લાસ્ટિકની બોટલ જલ્દી ગંદી થવા લાગે છે અને તે ડીપ ક્લિંઝિંગ ન થવાના કારણે તેમાંથી દુર્ગંધ આવે છે.

આ દુર્ગંધથી છૂટકારો મેળવવા માટે અઠવાડિયામાં એક વાર બોટલને ગરમ પાણીથી સાફ કરો.

તેના માટે બોટલમાં થોડુ પાણી અને બરફના ટુકડા નાંખો. તે પછી લીંબુના 3-4 ટુકડા અને ચપટી મીઠુ નાંખો.

હવે બોટલને સારી રીતે 1થી 2 મિનિટ માટે હલાવો. તેનાથી બોટલ સરળતાથી સાફ થઇ જશે અને અંદર રહેલા બેક્ટેરિયા પણ દૂર થઇ જશે.

પ્લાસ્ટિકની બોટલને સાફ કરવા માટે તમે બેકિંગ સોડા અને વિનેગરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમારી બોટલ ફરી ચમકવા લાગશે.

તેના માટે સૌથી પહેલા બોટલમાં 2 ચમચી વિનેગર અને 2 ચમચી બેકિંગ સોડા નાંખો. હવે બોટલ બંધ કરીને તેને હલાવો. તે પછી તેને સાફ પાણીથી ધોઇ લો.

તમે ફક્ત બેકિંગ સોડા અને પાણીથી પણ પ્લાસ્ટિકની બોટલ ચમકાવી શકો છો. તેના માટે કોઇ વાસણમાં ગરમ પાણી નાંખો.

હવે તમાં મીઠુ અને બેકિંગ સોડા મિક્સ કરો. તે બાદ આ મિશ્રણને બોટલમાં નાંખીને હલાવો. થોડીવાર રહેવા દો. પછી તેને સાફ પાણીથી ધોઇ નાંખો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.

MORE  NEWS...

ઘરની દિવાલ પર ઉધઇ લાગી ગઇ છે તો છાંટી દો રસોડાની આ વસ્તુ

સોજીનો શીરો બનાવતી વખતે એક ચપટી આ વસ્તુ નાંખી દો

મોંઘાદાટ શેમ્પૂ-કંડીશનર કરતાં જોરદાર રિઝલ્ટ આપશે આ 5 દેશી વસ્તુઓ