શું તમે જાણો છો કે નર્મદાનો દરેક કંકર શંકર એવું કેમ કહેવામાં આવે છે? ચાલો જાણીએ.
કહેવામાં આવે છે કે નર્મદા નદીની વર્ષોની તપસ્યા બાદ બ્રહ્માજી પ્રસન્ન થયા અને નર્મદા નદીને વરદાન માગવાનું કહ્યું.
નર્મદાએ વરદાન માગ્યું કે, મને ગંગા નદી સમાન કરી દો.
ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, કોઇ દેવતા શિવજી અને કોઇ પુરુષ વિષ્ણુની બરાબરી કરી લે, કોઇ નગરી કાશીની બરાબરી કરી લે, ત્યારે કોઇ બીજી નદી ગંગા સમાન થઇ શકે છે.
આ સાંભળીને નર્મદાએ વરદાનનો ત્યાગ કર્યો અને કાશીમાં જઇને શિવલિંગની સ્થાપના કરી ઘોર તપસ્યા કરવા લાગ્યા.
ત્યારે શિવજીએ પ્રસન્ન થઇને નર્મદા નદીને દર્શન આપ્યા અને વરદાન આપ્યું કે, તારા તટ પર જેટલા પણ પત્થર છે, તે શિવલિંગ રૂપ થઇ જશે.
શિવજીએ નર્મદા નદીને કહ્યું કે, ગંગા નદીમાં સ્નાનથી પાપ નષ્ટ થઇ જાય છે, પરંતુ તમારા દર્શન માત્રથી તમામ પાપનું નિવારણ થઇ જશે.
ત્યારથી જ નર્મદાનો દરેક કંકર શંકર એવું કહેવાય છે.
નર્મદા નદીના પથ્થરોને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે. તમામ પ્રકારના શિવલિંગમાંથી નર્મદેશ્વર શિવલિંગનું વિશેષ મહત્ત્વ છે.