એકવાર મહેનત કરી 5 વર્ષ કમાણી કરો! જાણો કઈ છે આ ખેતી?

જો તમે કોઈ બમ્પર કમાણીવાળો બિઝનેસ આઈડિયા શોધી રહ્યા હોવ તો, અહીં તમારી શોધ પૂરી થઈ જશે. આજે અમે તમને એક જોરદાર બિઝનેસ આઈડિયા આપી રહ્યા છીએ. 

જેનાથી તમને પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોમાંથી છુટકારો મળશે. તેના સાથે જ તમારી પાસે રૂપિયા પણ નહીં ખૂટે.

વર્તમાન સમયમાં હવે ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને રોકડીયા પાકોની ખેતી કરી રહ્યા છે. એવામાં રતનજોતના છોડની ખેતી કરીને ખેડૂતો માલામાલ થઈ શકે છે. 

MORE  NEWS...

શેર માર્કેટનો ‘બાદશાહ’ છે આ શેર, ડૂબ્યો તો આખું માર્કેટ લઈ ડૂબશે

આ બેંકના ખાતાધારકોને માથે મુસીબતોનો પહાડ, RBIએ છિનવી લીધું લાયસન્સ

ફકીર જેવા દેખાતા આ દાદા પાસે 101 કરોડ રૂપિયાના શેર; લોખંડ જેવો મજબૂત છે પોર્ટફોલિયો

આમ તો તેને જેટ્રોફા પણ કહે છે. પરંતુ સામાન્ય બોલચાલની ભાષામાં તેને રતનજોત કહેવામાં આવે છે. તેના છોડમાંથી બાયોડીઝલ મળે છે.

ઘણો વર્ષો સુધી ઉજ્જડ ભૂમિ પર તેની ખેતી કરી શકાય છે. તેની ખેતીમાં વધારે મહેનત કર્યા વગર વાર્ષિક લાખો રૂપિયા કમાઈ શકાય છે. 

તેના છોડને વધારે પાણી અને ખેતરને વધારે ખેડવાની જરૂર હોતી નથી. માત્ર 4થી 6 મહિના સારસંભાળની જરૂર હોય છે.

 રતનજોત એક ઝાડવાળો છોડ છે. આ છોડમાંથી મળનારા બીજોમાંથી 25થી 30 ટકા સુધી ઓઈલ નીકાળી શકાય છે. 

આ ઓઈલના ઉપયોગથી ડીઝલ વાહન ચલાવી શકાય છે. જ્યારે તેને બચેલા અવશેષથી વીજળી પેદા કરી શકાય છે. 

સૌથી પહેલા રતનજોતના છોડના બીજોમાંથી ફળોને અલગ કરવાના હોય છે. ત્યારબાગ બીજોને સારી રીતે સાફ કરવામાં આવે છે. પછી તેને એક મશીનમાં નાખવામાં આવે છે. જ્યાંથી ઓઈલ નીકળે છે.

ડીઝલ-પેટ્રોલની વધતી કિંમતોને કારણે ભારત સહિત પૂરી દુનિયામાં તેની માંગ વધી છે. ભારત સરકાર પણ તેની ખેતી કરવામાં ખેડૂતોની મદદ કરી રહી છે.

એક હેક્ટર જમીન પર સરેરાશ 8થી 10 ક્વિન્ટલ બીજ ઉત્પાદન થાય છે. જો તેની ખેતી મોટાપાયે કરવામાં આવે તો પરંપરાગત પાકોની સરખામણીમાં બમ્પર કમાણી કરી શકાય છે.

MORE  NEWS...

આ કંપનીના શેરમાં આવશે 1600 રૂપિયાનો ઉછાળો; ખરીદવામાં પાછા ન પડતા

EPFOનો આદેશ! PF ખાતાધારકોએ જલ્દીથી પતાવી લેવું પડશે આ કામ

એકવારની મહેનતમાં 5 વર્ષ કમાણી કરવી હોય તો આ ખેતી કરો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.