કોરોના રોગચાળા દરમિયાન, વર્કફ્રોમ હોમ અને ઓનલાઈન વર્ગો વધી રહ્યા છે. તેથી, મોટી સંખ્યામાં લોકોએ તેમના ઘરમાં Wi-Fi ઈન્સ્ટોલ કર્યુ છે.
Wi-Fi રાઉટર્સના કારણે ઇન્ટરનેટ દરેક ઘરમાં પહોંચી ગયું છે. આ તમામ જરૂરિયાતો અને સગવડોને કારણે લોકો Wi-Fi રાઉટરને 24 કલાક ચાલુ રાખે છે.
ઓફિસ ખુલી ગયા પછી પણ લોકો દિવસ-રાત Wi-Fiથી જોડાયેલા રહે છે. પરંતુ, શું તમે જાણો છો કે તેનાથી ગંભીર બીમારીઓનું જોખમ પણ અનેકગણું વધી રહ્યું છે.
નિષ્ણાતોના મતે, Wi-Fi તમને જેટલા ફાયદા આપે છે, તેટલું જ તેનાથી અનેક રોગોનું જોખમ પણ વધે છે. હાઈ સ્પીડ ઈન્ટરનેટ માટે આખો દિવસ અને રાત Wi-Fi ચાલુ રાખવાથી ઘરના નાના બાળકો, વૃદ્ધો અને યુવાનો માટે ભારે નુકસાન થઈ શકે છે.
MORE
NEWS...
મચ્છરોના ત્રાસનો ખુલી ગયું રાઝ! 1, 2 નહીં એક સાથે 500 ઈંડા મૂકે છે માદા મચ્છર
કિન્નર કોના નામનું લગાવે છે સિંદૂર? જાણો તેની પાછળનું ચોંકાવનારું કારણ
રેલવે ટ્રેકનું લોખંડ ચોરવું એટલે લોઢાના ચણાં ચાવવા! 'ખતરો કે ખિલાડી' રમવા જેટલું છે રિસ્ક
જ્યારે Wi-Fi રાઉટર આખો દિવસ ચાલુ હોય, ત્યારે તે થોડું રેડિયેશન ઉત્પન્ન કરે છે. જ્યારે ટૂંકા સમય માટે તેને કનેક્ટ કરવામાં આવે તો તે ખૂબ નુકસાનકારક નથી.
પરંતુ, મોટા ભાગના દિવસે માટે તેનો સંપર્ક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે છે. નિષ્ણાંતોના મતે કામ પૂર્ણ થયા બાદ Wi-Fi રાઉટરને બંધ કરી દેવું જોઈએ.
ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કેન્સરનું કારણ બની શકે છે. ખાસ કરીને જો Wi-Fi રાત્રે ચાલુ હોય, તો નવરાશના સમયમાં પણ યુઝર્સનો સ્ક્રીન સમય ઘણો વધી જાય છે. તેનાથી તમને ઊંઘની સમસ્યા થઈ શકે છે.
રાઉટરમાંથી નીકળતું ઈલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન કેન્સર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનું કારણ પણ બની શકે છે. જે બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.