મેલા પડદા મહેનત વિના મિનિટોમાં સાફ થશે, અપનાવો આ સિંપલ હેક્સ

તહેવારોમાં ઘરની સાફ સફાઇ સૌથી મુશ્કેલ કામોમાંથી એક છે.

તેવામાં ઘરના પડદા પર જામેલી ધૂળને સાફ કરવી સરળ કામ નથી. તેના માટે તમે કેટલીક સિંપલ ટિપ્સ ફોલો કરી શકો છો.

જો પડદાને હાથથી ધોવા શક્ય ન હોય તો તમે તેને વોશિંગ મશીમાં ડિટર્જન્ટ સાથે વ્હાઇટ વિનેગર નાંખીને ધોઇ શકો છો. તેનાથી પડદાના ડાઘ તરત સાફ થઇ જશે.

MORE  NEWS...

ફક્ત 10 રૂપિયામાં હાઇ કોલેસ્ટ્રોલથી છુટકારો મળશે! દવાની પણ નહીં પડે જરૂર

Cleaning Hacks: એક રૂપિયાની વસ્તુથી ચમકી જશે બાથરૂમનો ખૂણેખૂણો

Recipe: ડિનરમાં બનાવો શાહી ભરવા દમ આલુની મજેદાર સબ્જી

જો પડદા વધુ ગંદા ન હોય તો તમે વેક્યૂમ ક્લીનરની મદદથી પડદા સાફ કરી શકો છો. તેનાથી પડદા પર જામેલી ધૂળ સાફ થઇ જશે.

જો પદડાનું ફેબ્રિક ડેલિકેટ હોય તો લિક્વિડ ડિશ સોપની મદદથી પણ સાફ કરી શકો છો. તેને પાણીમાં નાંખીને પડદા પલાળો અને સારી રીતે ધોઇ લો.

ગંદા પડદાને વ્હાઇટ વિનેગરમાં 10થી 20 મિનિટ માટે પલાળી દો. તે બાદ ડિટર્જન્ટથી ધોઇ લો. તેનાથી ડાઘ પણ સરળતાથી દૂર થઇ જશે.

પડદાને તમે ડિટર્જન્ટની જગ્યાએ શેમ્પૂથી પણ ધોઇ શકો છો. તે ખૂબ જ માઇલ્ડ હોય છે અને પડદા તેનાથી ધોવાથી તે તરત સાફ પણ થઇ જશે.

પડદા પર લાગેલા જિદ્દી ડાઘને તમે બેકિંગ સોડાની મદદથી સાફ કરી શકો છો. તેના માટે બેકિંગ સોડાને ડાઘ ઉપર નાંખો અને તેને એક કલાક માટે મૂકી દો. તે પછી સરળતાથી પડદા ધોવાઇ જશે.

પડદાની સફાઇ માટે તમે ઠંડા પાણી અને ક્લીનરનું મિક્સચર તૈયાર કરી શકો છો. તેમાં પડદાને થોડી વાર માટે બોળી દો અને પછી ધોઇ લો. તેનાથી પણ પડદા એકદમ સાફ થઇ જશે.

આ સરળ હેક્સની મદદથી તમે સરળતાથી ગંદા અને મેલા પડદાને સાફ કરી શકો છો.

MORE  NEWS...

ગરીબોનું આ અનાજ છે પોષક તત્વોનો બાપ, ડાયાબિટીસ-કેન્સર માટે છે ગુણકારી

નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો, ગાયબ થઇ જશે કરચલીઓ

નસોમાં જમા ગંદો કોલેસ્ટ્રોલ ફટાક બહાર ફેંકી દેશે આ સસ્તી ઔષધિ