જો તમે આઈપીઓ દ્વારા શેરબજારમાં રૂપિયા કમાવવા માંગો છો, તો લિસ્ટિંગ પર તગડો નફો કરવવાની ઈચ્છા રાખો છો, તો આવનારા દિવસોમાં 3 ઈશ્યૂમાં રોકાણ કરવાનો મોકો મળશે.
ઈન્ફો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ, વિભોર સ્ટીલ ટ્યૂબ્સ લિમિટેડ અને સરસ્વતી સાડી ડિપો લિમિટેડે આઈપીઓના માધ્યમથી રૂપિયા એકત્રિત કરવા માટે સેબિ પાસે દસ્તાવેજો જમા કરાવ્યા છે.
સેબીની પાસે 28 અને 29 સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, આ કંપનીઓના શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટ થશે.
MORE
NEWS...
આંધીની જેમ આવી રહ્યા છે 3 IPO, નક્કી તોફાન મચાવશે; રોકાણ કરવા તૈયાર રહેજો
હવે આ દસ્તાવેજ વગર પાંદડુ પણ નહીં હલે, પ્રોપર્ટી ખરીદવાનું તો દૂર શેરબજારમાં રોકાણ પણ નહીં કરી શકો
ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટના પ્રસ્તાવિક આઈપીઓમાં 1.05 કરોડ નવા ઈક્વિટી શેર અને 35 લાખ શેર ઓફર ફોર સેલ હેઠળ પ્રમોટર રણવીર સિંહ ખડવાલિયા દ્વારા વેચાણ કરવામાં આવશે.
વિભોર સ્ટીલ ટ્યૂબ્સનો આઈપીઓ સંપૂર્ણ રીતે 66.47 કરોડ નવા ઈક્વિટી શેરોનો છે. આ કંપની ઈસ્પાનના પાઈન અને ટ્યૂબનું વિનિર્માણ, નિકાસ અને પુરવઠો કરવાની સાથે-સાથે ભારે એન્જિનિયરિંગ ઉદ્યોગમાં સક્રિય છે.
સરસ્વતી સાડી ડિપોનો આઈપીઓ 72.45 લાખ નવા શેરોનો હશે. આમાં 35.55 લાખ શેરોનું ઓફર ફોસ સેલ હેઠળ વેચાણ સામેલ છે.
ઓએફએસમાં શેર વેચનારામાં તેજસ દુલ્હની, અમર દુલ્હની, શેવાક્રમ દુલ્હની, સુદનદાસ દુલ્હની, તુષાર દુલ્હની અને નિખિલ દુલ્હની સામેલ છે.
MORE
NEWS...
દેશના મોટાભાગના લોકો કઈ બેંકમાં FD કરાવવાનું પસંદ કરે છે?
આ તારીખથી લાગૂ થશે DA વધારો; જાણો એક્સપર્ટે શું કહ્યું?
શેર ખરીદતા લોકો માટે આવ્યા મોટા સમાચાર, SEBIનો આ નવો નિયમ જાણીને પછી જ કરજો રોકાણ
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.