12 ઓક્ટોબરે ખુલશે આ ગુજરાતી કંપનીનો IPO

આગામી સપ્તાહમાં માત્ર એક જ નવો આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે. 

ગુજરાત સ્થિત અરવિંદ એન્ડ કંપની શિપિંગ એજન્સીનો આઈપીઓ 12 ઓક્ટોબરના રોજ દાવ લગાવવા માટે ઓપન થશે. 

આ કંપની મુખ્ય રૂપથી સમુદ્રી જહાજો અને સહાયક ઈક્વિપમેન્ટ્સ સંબંધિત સેવાઓ પ્રદાન કરે છે અને મલ્ટીનેશનલ કોર્પોરેટ્સને ઈક્વિપમેન્ટ્સ સપ્લાય કરે છે. 

MORE  NEWS...

‘પાર્ટી તો બનતી હે’! 1 શેરના બદલામાં 4 બોનસ શેર આપશે આ કંપની

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આપી દીધી મંજૂરી, હવે 1 શેરના 10 શેર બનશે

એવું તો શું થયું કે ગુજરાતની કંપનીના ખાડે ગયેલા શેર ફરી રોકેટ બન્યા અને 6 મહિનામાં લગાવી 300%ની છલાંગ?

કંપનીએ હોટલ મિલેનિયમ પ્લાઝા અને હોટલ 999ની સાથે હોસ્પિટાલિટી બિઝનેસમાં એન્ટ્રી કરીને પોતાના બિઝનેસનો વિસ્તાર કર્યો છે. 

અરવિંદ એન્ડ કંપની શીપિંગ એજન્સીનો IPO SME સેગમેન્ટનો છો, જેનું કદ 14.74 કરોડ રૂપિયા હશે. 

આઈપીઓ માટે 45 રૂપિયા પ્રાઈસ બેન્ડ રાખવામાં આવ્યો છે. આ ઈશ્યૂ સંપૂર્ણ રીતે 32.76 લાખ શેરોનો ફ્રેશ ઈશ્યૂ છે. 

રોકાણકારો 3000 શેરોના લોટમાં 16 ઓક્ટોબર સુધી બિડ લગાવી શકે છે. શેરોનું એલોટમેન્ટ 17 કે 18 ઓક્ટોબર અને લિસ્ટિંગ 19 ઓક્ટોબરના રોજ થવાની શક્યતા છે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.