વજન ઘટાડવાથી લઈને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા સુધી, બટાકાના અદ્ભુત ફાયદા

100 ગ્રામ બટાકામાં કેલરી 97, મોઇશ્ચર 74 ગ્રામ, પ્રોટીન 1.6 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ 22 ગ્રામ, ફાઇબર 2 ગ્રામ, વિટામિન સી 17 મિલિગ્રામ હોય છે.

તેમાં 10 મિલિગ્રામ કેલ્શિયમ, 11 મિલિગ્રામ સોડિયમ, 247 મિલિગ્રામ પોટેશિયમ પણ હોય છે.

તેના પ્લસ પોઈન્ટ્સ બટાકામાં જોવા મળતા કાર્બોહાઈડ્રેટ્સ અને પોટેશિયમ છે.

તેનું સેવન કરવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેમાં ફેટ ઓછુ હોવાથી તે પેટ ભરે છે, પરંતુ વજન વધારતું નથી.

પરંતુ બટાકાનું વધુ પડતું સેવન કરવાથી વજન વધી શકે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે

બટાકાના પલ્પમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સારી સ્થિતિમાં રાખે છે.

બટાટાને તેની છાલ સાથે ખાવામાં આવે તો કબજિયાતમાં રાહત મળે છે.

બટાકામાં હાજર સ્ટાર્ચ પેટ માટે ફાયદાકારક માનવામાં આવે છે.

બટાકામાં ફેટ હોતુ નથી તેથી તમારે કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

જો આ તત્વ શરીરમાં નહિવત હોય તો હૃદયની કામગીરી સુચારૂ રહે છે.

બટાકાને સ્કિન માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. કાપેલા, અંકુરિત અથવા લીલા બટાકાને ખાવાનું હંમેશા ટાળવું જોઈએ.

આવા બટાટા હાનિકારક રસાયણો ઉત્પન્ન કરે છે જે માથાનો દુખાવો, ઉબકા, ઉલટી, ઝાડા અને બેચેનીનું કારણ બની શકે છે.