16 ઓક્ટોબરે રમઝટ બોલાવશે  આ IPO, રૂપિયા લગાવવા તૈયાર રહેજો

ઓક્ટોબર મહિનામાં ઈનીશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ લોન્ચ કરવાની સ્પીડ થોડી ધીમી રહી છે.

 જો કે, નવા આઈપીઓની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે 16 ઓક્ટોબરનો દિવસ ઘણો ખાસ રહેવાનો છે.

વાસ્તવમાં, આ દિવસે વુમનકાર્ટ લિમિટેડનો આઈપીઓ લોન્ચ થશે. સોમવાર, 16 ઓક્ટોબરના રોજ ઓપન થઈ રહેલા આ આઈપીઓમાં તમે 18 ઓક્ટોબર સુધી દાવ લગાવી શકશો.

MORE  NEWS...

બ્રોકરેજે સમયની સાથે આપ્યો ટાર્ગેટ, 1 શેર પર 2000 રૂપિયાની કમાણી

1 કથાની 9 લાખ ફી વસૂલનાર જયા કિશોરી પાસે કેટલી સંપત્તિ? હકીકત જાણીને તમે પણ બે હાથ જોડશો

મફતમાં શેર વહેંચી રહી છે અમિતાભ બચ્ચનની કંપની, લાભ લેવો હોય તો જલ્દીથી કરી દો રોકાણ

વુમનકાર્ટ લિમિટેડના આઈપીઓ માટે 86 રૂપિયાનો પ્રાઈસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. 

માશિતલા સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ વુમનકાર્ટ આઈપીઓ માટે રજિસ્ટ્રાર છે અને નારનોલિયા ફાઈનાન્શિયલ સર્વિસિઝ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે. 

IPO હેઠળ કંપની 1,112,000 ફ્રેશ ઈક્વિટી શેર વેચાણ માટે મૂકશે.

IPO દ્વારા એકત્રિત કરવામાં આવેલા રૂપિયાનો ઉપયોગ કંપની, સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો, એપ વિકાસ ખર્ચ, કાર્યશીલ મૂડી આવશ્યકતાઓ, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ ખર્ચ અને ઈશ્યૂ ખર્ચની ચૂકવણી કરવાનો છે.

2018માં વુમનકાર્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ એક ઓનલાઈન રિટેલ પ્લેટફોર્મ છે. જે પુરુષો અને મહિલાઓની ત્વચાની સારસંભાળ, વાળ અને શરીરની સારસંભાળ માટે સોંદર્ય બ્રાન્ડો વગેરે પ્રોવાઈડ કરે છે.

MORE  NEWS...

SEBI આપશે આદેશ! MRFનો 1 લાખનો શેર માત્ર 25,000માં ખરીદી શકાશે

આવી રહ્યો છે ખૂંખાર IPO, લોન્ચિંગ પહેલા જ GMP 100ની પાર

AMFIએ કર્યું દૂધનું દૂધ અને પાણીનું પાણી! જાણો ક્યા મ્ચુચ્યુઅલ ફંડ્સમાં સૌથી વધારે રૂપિયા રોકી રહ્યા છે લોકો?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.