દિવાળી અને છઠ પૂજાના અવસરે કંન્ફર્મ ટિકિટ મળવી બહુ જ મુશ્કેલ છે.

દિવાળી અને છઠ પૂજાના અવસરે કંન્ફર્મ ટિકિટ મળવી બહુ જ મુશ્કેલ છે.

 દિવાળી અને છઠ પર યાત્રીઓની ભીડ જોતા રેલવેએ ઘણી સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. પરંતુ, ત્યારબાદ પણ ઘણા યાત્રીઓ માટે કન્ફર્મ ટિકિટ મળવી ઘણી મુશ્કેલ છે. 

યાત્રીઓને સરળતાથી ટિકિટ મળી રહે એટલા માટે રેલવેએ રિઝર્વેશનની રીતોમાં ફેરફાર કર્યો છે. 

વધારે કન્ફર્મ ટિકિટ આપવા માટે રેલવે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદ લઈ રહ્યું છે. આ દિવાળી અને છઠ પૂજા પર કન્ફર્મ ટિકિટ મેળવવા માટે એક ખાસ રીત છે. આ છે વિકલ્પ યોજના.

 જો તમે પણ ટિકિટ બુક કરતા સમયે વિકલ્પ યોજનાનો ઉપયોગ કરશો, તો તમને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે.

 આ યોજના અપનાવીને યાત્રી ટિકિટ બુક કરતા સમયે યાત્રા માટે ઘણી ટ્રેનોની એકસાથે પસંદગી કરી શકે છે. તેનો ફાયદો એ થાય છે કે, જે પણ ટ્રેનમાં સીટ ખાલી હશે, તેમાં યાત્રીને સીટ મળી જશે.

ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરાવતા સમયે દરેક યાત્રીને VIKALP ઓપ્શન સૂચવવામાં આવશે. 

જો કોઈ પણ વૈકલ્પિક રેલગાડીમાં કોઈ સીટ કે બર્થ ઉપલબ્ધ છે, તો યાત્રી દ્વારા પંસદ કરવામાં આવેલા રૂટમાં કોઈપણ ટ્રેનની ટિકિટ મળી જશે.

વિકલ્પ યોજના હેઠળ મુસાફરો 7 ટ્રેન પસંદ કરી શકે છે. આ ટ્રેન બોર્ડિંગ સ્ટેશનોથી ગંતવ્ય સ્થાન સુધી 30 મિનિટથી 72 કલાક સુધી ચાલવી જોઈએ. 

VIKALP સ્કીમ પસંદ કરવાનો અર્થ એ નથી કે તમને 100% કન્ફર્મ ટિકિટ મળશે. તે તમારા દ્વારા પસંદ કરાયેલી ટ્રેનોમાં સીટોની ઉપલબ્ધતા પર નિર્ભર કરે છે