6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

ભારતીય રેલવે દેશની લાઈફલાઈન છે. તેનાથી રોજના લાખો લોકો સફર કરે છે. 

યાત્રીઓની સુવિધાોને ધ્યાનમાં રાખતા રેલવે દ્વારા ઘણા પ્રકારના સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે. 

 જો કે, રેલવે દ્વારા કેટલાક સામાનની પરવાનગી આપવામાં આવી નથી. આમાં સિલિન્ડર અને જ્વલનશીલ પદાર્થ સામેલ છે.

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

જો કે, ફ્લાઈટમાં જતી વખતે દારૂ લઈ જવાની પરવાનગી આપવામાં આવે છે. એવામાં ઘણા લોકોને તે પણ કન્ફ્યૂઝન રહે છે કે, શું ટ્રેનમાં યાત્રા કરતા સમયે દારૂ લઈ જઈ શકાય છે? શું તેની કોઈ લિમિટ છે? આવો વિગતમાં જાણીએ.

આ વિશે ઉત્તર રેલવેના (CPRO) અધિકારીએ જણાવ્યું કે, ટ્રેનમાં દારૂ લઈને જવું સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. એટલે કે તમે ટ્રેનમાં બોટલ બંધ કે ખુલ્લી કોઈ પણ પ્રકારનો દારૂ લઈ જઈ શકતા નથી.

જો તમે આવું કરતા પકડાઈ ગયા તો, તમારી વિરુદ્ધ રેલવે અધિનિયમ 1989ની કલમ 165 હેઠળ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

આવા વ્યક્તિ પર 500 રૂપિયા સુધી દંડ લગાવી શકાય છે. સાથે જ 6 મહિના સુધીની જેલ પણ થઈ શકે છે. આ ઉપરાંત યાત્રીની ટિકિટ પણ રદ્દ કરવામાં આવી શકે છે. 

ભારતમાં બિહાર, ગુજરાત, મિઝોરમ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં દારૂબંધી લાગૂ છે. એવામાં જો તમે ટ્રેનમાં દારૂ લઈને જવામાં સફળ થયા અને આ રાજ્યોમાંથી પસાર થયા કે ઉતરવા પર તપાસમાં પકડાઈ ગયા તો તમારે વધારે કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

MORE  NEWS...

27 ઓક્ટોબર પહેલા ખરીદી લો આ કંપનીનો શેર, દિવાળીમાં જલસાં કરવા માટે ભેગા થઈ જશે રૂપિયા

જિંદગીમાં પોતાની એકપણ પ્રોડક્ટ નથી બનાવી, આ વ્યક્તિ બીજાનો સામાન વેચી વેચીને બની ગયો 95000 કરોડનો માલિક

વહેલી તકે લોક કરાવી દો આધારકાર્ડનું આ ઓપ્શન, નહીં તો ગમે ત્યારે બેંક ખાતું સાફ કરી દેશે સ્કેમર્સ

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.