મેઘ મહેરબાનીથી ખેડૂતોમાં રાજીપો, 97% વાવણી પૂર્ણ
અમરેલી જિલ્લાની અંદર તાજેતરમાં ચાલી રહેલી વરસાદની ઋતુમાં સારો એવો વરસાદ પડ્યો છે.
મેઘરાજાની મહેરબાનીથી જિલ્લાના ખેડૂતો ખુશ થઈ ગયા છે.
વરસાદ સારો રહેતા મોટાભાગના ખેડૂતો દ્વારા વાવણીનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
અમરેલીને કપાસના વાવેતર અને ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે.
કપાસનું વાવેતર અમરેલીના ખેડૂતોની પહેલી પસંદ છે.
આ વર્ષે કપાસનું રેકોર્ડ બ્રેક વાવેતર કરવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લામાં 3,54,675 હેક્ટરમાં કપાસનું વાવેતર નોંધાયું છે.
ખેડૂતો સારા ઉત્પાદન થકી સારી આવકની આશા સેવી રહ્યા છે.
જિલ્લાની અંદર આ વર્ષે સોયાબીનના વાવેતરમાં વધારો નોંધાયો છે અને મગફળીના વાવેતરમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે.
મગફળીનું વાવેતર 1,48,204 હેક્ટરમાં નોંધાયું છે. વાવેતરની બાબતે મગફળી બીજા ક્રમે છે.
ઘાસચારા વર્ગના પાકનું 15,135 હેક્ટર જમીનમાં વાવેતર નોંધાયું છે.
શાકભાજીનું 3786 હેક્ટર જમીનની અંદર વાવેતર નોંધવામાં આવ્યું છે.
અમરેલી જિલ્લાની અંદર અત્યાર સુધીમાં ખેડૂતો દ્વારા 96.53 ટકા એટલે કે આશરે 97% વાવણીનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
હજુ અનેક વિસ્તારની અંદર વાવણી કાર્ય બાકી પણ છે. વાવણી બાદ ખેડૂતોને મબલખ ઉત્પાદનની આશા છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...