ટેક કંપનીના શેરમાં ઘટાડાના સંકેત, 10 બ્રોકરેજે કહ્યું- વેચી દો

કોન્ટ્રાક્ટ પર ટીવી, વોશિંગ મશીન, સ્માર્ટફોન, એલઈડી બલ્બ અને સીસીટીવી સિક્યોરિટી સિસ્ટમ વગેરે બનાવનારી ડિક્સન ટેકના શેર આજે શુક્રવારના રોજ સામાન્ય ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. 

કંપનીએ મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના પહેલા ક્વાટર એપ્રિલ-જૂન 2024ના પરિણામો જાહેર કર્યા હતા. 

બુધવારના રોજ તેના શેર બીએસઈ પર 6.13 ટકા ઉછળીને 12,699.90 રૂપિયા પર પહોંચી ગયા હતા. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગોલ્ડમેન સેક્સે શેર પર સેલ રેટિંગમાં કોઈ જ ફેરફાર કર્યો નથી, પરંતુ હવે ટાર્ગેટ પ્રાઈસ 6,740 રૂપિયા છે. બ્રોકરેજનું કહેવું છે કે, તેના મોબાઈલ ફોનનો બિઝનેસ શાનદાર છે, પરંતુ બાકી સેગમેન્ટમાં સુસ્તી છે,

ડિક્સન ટેકને કવર કરનારા 14એ તેને ખરીદવાની, 5 એ હોલ્ડ અને 10એ વેચવાની સલાહ આપી છે.

બ્રોકરેજ ફર્મ CLSAએ ડિક્શન ટેકની રેટિંગને આઉટપરફોર્મથી ઘટાડીને હોલ્ડ કરી દીધી છે. જો કે, ટાર્ગેટ પ્રાઈસ 9,000 રૂપિયાથી વધારીને 11,400 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. 

ટાર્ગેટ પ્રાઈસમાં વધારા છતાય તે વર્તમાન સ્તરેથી ડાઉનસાઈડ છે. બ્રોકરેજનો અંદાજ છે કે, આગળ પણ ડિક્સનની ગ્રોથ યથાવત રહેશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.