હનુમાનજીના 10 પ્રખ્યાત મંદિરો, દર્શન માટે ભક્તોની લાગે છે લાઈન

હનુમાન ઘાટી અયોધ્યામાં આવેલું 10મી સદીનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી અહીં એક ગુફામાં રહેતા હતા અને જન્મભૂમિ કે રામકોટની રક્ષા કરતા હતા. મુખ્ય મંદિરમાં મા અંજનીના ખોળામાં બેઠેલા બાલ હનુમાનની સુંદર મૂર્તિ છે.

દિલ્હી CPમાં આવેલું એક પ્રાચીન હનુમાન મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવોએ કૌરવો સામે યુદ્ધ જીત્યા બાદ બનાવ્યું હતું. આ સ્વયંભુ (સ્વયં પ્રગટ) મંદિર છે. અહીં બાળ હનુમાનનું મુખ દક્ષિણ દિશા તરફ જોવા મળે છે.

મારઘાટ હનુમાન મંદિર દિલ્હીના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. તેને જમના બજાર હનુમાન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, ભગવાન હનુમાન લક્ષ્મણ માટે સંજીવની લેવા જતા હતા ત્યારે થોડો સમય અહીં આરામ કર્યો હતો. માનવામાં આવે છે કે દર વર્ષે યમુના નદી હનુમાનજીના દર્શન માટે આવે છે.

સંકટ મોચન હનુમાન મંદિર, વારાણસીમાં આવેલું છે.  અંદર વાંદરાઓની હાજરીને કારણે આ મંદિરને મંકી ટેમ્પલ તરીકે ઓળખવામાં આવે છે. મંદિરની સ્થાપના ગોસ્વામી તુલસીદાસ દ્વારા કરવામાં આવી હતી. આ મંદિરના દર્શન કરનારને તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

બડે હનુમાનજી મંદિર, પ્રયાગરાજમાં આવેલું છે. અહી વિશ્વની આ એકમાત્ર મૂર્તિ છે જે સુતેલી સ્થિતિમાં છે. ભગવાન હનુમાનની મૂર્તિ એક બાજુ ગંગા નદીના પાણીમાં અડધી ડૂબેલી છે. આ મૂર્તિ 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી છે અને લગભગ 600-700 વર્ષ જૂની હોવાનું કહેવાય છે.

મહેંદીપુર બાલાજી મંદિર રાજસ્થાનના દૌસા જિલ્લામાં આવેલું છે. આ મંદિર ખાસ કરીને ઉત્તર ભારતમાં સૌથી પ્રસિદ્ધ હનુમાન મંદિર છે. માનવામાં આવે છે કે જે લોકો કાળા જાદુ અને દુષ્ટ આત્માઓથી પ્રભાવિત હોય છે તેઓ આ મંદિરના દર્શન કરવાથી ઠીક થઈ જાય છે.

સાલાસર ધામ રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ મંદિર છે. ભારતમાં દાઢી અને મૂછ ધરાવતું આ એકમાત્ર હનુમાન મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ અનોખી હનુમાન મૂર્તિ એક ખેડૂતને મળી હતી અને હવે આ મૂર્તિ સોનાના સિંહાસન પર મૂકવામાં આવી છે.

બાલ હનુમાન મંદિરને શ્રી બાલાહનુમાન સંકિર્તન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જે જામનગરમાં રણમલ તળાવ (અથવા લાખોટા તળાવ) ની દક્ષિણ પૂર્વ બાજુએ આવેલું છે. ભગવાન હનુમાનના આ મંદિરની સ્થાપના પણ 1540 માં કરવામાં આવી હતી અને 1964 થી અહીં રામ ધૂની સતત ગવાય છે.

ગુજરાતના સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં ભગવાન હનુમાનની પૂજા કષ્ટભંજનના રૂપમાં કરવામાં આવે છે. આ મંદિરમાં ભગવાન શનિદેવ પણ 'પનોતી દેવી'ના રૂપમાં હનુમાનના ચરણોમાં બિરાજમાન છે. હનુમાનની મૂર્તિની સ્થાપના સદગુરુ ગોપાલાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

જાખૂ મંદિર એ ભગવાન હનુમાનને સમર્પિત એક પ્રાચીન મંદિર છે. આ મંદિર દરિયાની સપાટીથી 8,054 ફૂટ ઉપર છે. અહીં ટેકરી પર ભગવાન હનુમાનના પગના નિશાન છે. આ મંદિરનું નિર્માણ યક્ષ ઋષિએ કરાવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન હનુમાનના દર્શન કરવા આવે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો