વેચાઈ રહી છે 10,000 કરોડની કંપની, શેરધારકોનું શું?

ગ્લેનમાર્કટ લાઈફ સાયન્સ લિમિટેડના શેર શુક્રવારે એક્સચેન્જ પર જાહેર એક જાણકારીમાં જણાવ્યું કે, નિરમા તરફથી 1,343 કરોડમાં 17.33 ટકા હિસ્સેદારી ખરીદવા માટે ઓપન ઓફર 15 ફેબ્રુઆરીના રોજ ખુલશે અને 29 ફેબ્રુઆરીના રોજ બંધ થશે.

ગ્લેનમાર્કનું કહેવું છે કે, નિરમાએ ગ્લેનમાર્કેટ લાઈફ સાયન્સના 2.12 કરોડ શેર ખરીદવા માટે ઓપન ઓફર રજૂ કરી છે.

કંપનીના શેરે આ મહિનામાં 18 ટકા, 3 મહિનામાં 30 ટકા, એક વર્ષમાં 125 ટકાનું રિટર્ન આપ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

સેબીના નિયમો પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ અને પ્રમોટર્સ કોઈ કંપનીમાં ઓપન માર્કેટ દ્વારા 5 ટકા હિસ્સો ખરીદે છે, તો તેને ઓપન ઓફર લાવવાની હોય છે.

માની લો કે, કોઈ પ્રમોટર 10 ટકા હિસ્સેદારી ખરીદવા માટે ઓપન ઓફર લાવે છે. એવામાં 100 શેર તેની પાસે છે, તો તે 10 શેરોને ઓપન ઓફરમાં વેચી શકે છે.

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે, બોર્ડે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સના 91.89 કરોડ શેર એટલે કે, 75 ટકા હિસ્સેદારીને નિરમાને વેચી દેવાની મંજૂરી આપી છે.

આ ડીલ 615 રૂપિયા પ્રતિ શેરમાં કરવામાં આવી છે અને આખી ડીલ 5651.5 કરોડ રૂપિયાની છે. 

આ ટ્રાન્ઝેક્શનની શરતો હેઠળ, ગ્લેનમાર્ક, GLS અને નિરમા ચોક્કસ સમયગાળા માટે બિન-સ્પર્ધાત્મક અને બિન-આગ્રહી વ્યવસ્થાઓ દ્વારા બંધાયેલા રહેશે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.