12 બ્રોકરેજ હાઉસે કહ્યું- ‘1000ની પાર જવા માટે તૈયાર છે શેર’

દેશની સૌથી મોટી બેંક એટલે કે SBIના શેરમાં મોટી તેજીની તૈયારી છે. 49માંથી 12 બ્રોકરેજ હાઉસે આ શેર પર વિશ્વાસ દર્શાવ્યો છે. 

તેમનું કહેવું છે કે, આ શેર આગામી 12 મહિનામાં 1000 રૂપિયાની પાર જઈ શકે છે. મંગળવારે 0.32 ટકાની તેજીની સાથે 834.45 રૂપિયા પર કારોબાર કરતો જોવા મળ્યો હતો. 

ઘરેલૂ બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે પણ એસબીઆીના શેર પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

મોતીલાલ ઓસવાલે SBI પર ખરીદીની સલાહ આપતા 1,015 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો છે. આ પહેલા બ્રોકરેજ ફર્મે શેર પર 925 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ નક્કી કર્યો હતો.

આ બ્રોકરેજ ફર્મ કહ્યું કે, બેંક ગ્લોબલ સ્તરે સારા પરફોર્મેન્ટવાળી બેંકોની લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. બેંકની વર્તમાન બેલેન્સશીટ 62 લાખ કરોડ રૂપિયા છે. જે દુનિયાના 174 દેશની કુલ GDP કરતા પણ વધારે છે.

ગત 2 વર્ષમાં 34% CAGRથી બેંકનો ગ્રોથ થયો છે. રિટર્ન ઓન ઈક્વિટી અને લોન ગ્રોથ બધા મોટા બેંકોમાં બેસ્ટ-ઈન-ક્લાસ રહ્યો છે.

મોતીલાલ ઓસવાલે રિપોર્ટમાં કહ્યું કે, કારોબારી વર્ષ 2024-2026 દરમિયાન 16% CAGRથી અર્નિંગ્સ ગ્રોથનો અંદાજ છે.

કારોબારી વર્ષ 2024 માટે બ્રોકરેજ ફર્મે અંદાજ લગાવ્યો છે કે, SBIનું રિટર્ન ઓન એસેટ્સ 1.1 ટકા અને રિટર્ન ઓન ઈક્વિટી 18.5 ટકા રહી શકે છે. ગત 12 મહિનામાં શેર 44 ટકાથી વધારે ઉછળી ચૂક્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.