ભારતના જાણીતા  12 સૂર્ય મંદિર

કોણાર્કનું સૂર્યમંદિર  13મી સદીમાં નિર્માણ પામેલું આ મંદિર તેની જટિલ કલાકૃતિ, આઇકોનોગ્રાફી અને થીમ્સ માટે પ્રખ્યાત છે.

મોઢેરાનું સૂર્યમંદિર    11મી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરના સ્તંભોના વૃત્તાકાર ભાગોમાં સ્ત્રીપુરુષોનાં સાંસારિક જીવનનાં શૃંગારપ્રધાન દૃશ્યો છે.

માર્તંડ સૂર્યમંદિર, કાશ્મીર 8મી સદીમાં નિર્માણ પામેલું માર્તંડ સૂર્ય મંદિર કાશ્મીરી પંડિતો માટે તીર્થયાત્રાના ત્રણ સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. 

સૂર્યમંદિર, ગ્વાલિયર ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જી.ડી બિરલાએ બંધાવેલું આ મંદિર ઓરિસ્સાના કોણાર્કના પ્રસિદ્ધ સૂર્ય મંદિરની પ્રતિકૃતિ છે.

બાલાજી સૂર્યમંદિર, ઉનાઓ MPના ઉનાઓ ખાતે આવેલું સૂર્ય મંદિરે રવિવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે.

સૂર્યમંદિર, ગયા  આ મંદિરનું નિર્માણ ભવ્ય રીતે ડિઝાઇન કરેલા અઢાર પૈડાં અને સાત કુદરતી ઘોડાઓ સાથેના વિશાળ રથના રૂપમાં કરવામાં આવ્યું છે.

સૂર્યમંદિર, ઉત્તરાખંડ કાતરમલ ગામ તેના દુર્લભ સૂર્ય મંદિર માટે જાણીતું છે, જેનું નિર્માણ કટ્યુરી રાજાઓ દ્વારા 9મી સદીમાં કરવામાં આવ્યું હતું

સૂર્યપહર મંદિર આસામમાં આવેલા આ સૂર્ય મંદિરમાં હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મનાં અસંખ્ય શિલ્પો અને અન્ય અવશેષો મળી આવ્યા છે.

Black Section Separator

સૂર્યનારાયણ મંદિર, ડોમલુર બેંગ્લોર શહેરના ડોમલુરમાં આવેલું શ્રી સૂર્ય નારાયણ સ્વામી મંદિર ભારતમાં આવેલાં બહુ ઓછાં સૂર્ય દેવનાં મંદિરોમાંનું એક છે.

દક્ષિણાર્ક સૂર્ય મંદિર  ગયામાં આવેલા દક્ષિણાર્ક સૂર્ય મંદિરનો ઉલ્લેખ હિન્દુ ધાર્મિક ગ્રંથ વૈયુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે.

સૂર્યનાર કોવિલ  તમિલનાડુ ખાતે આવેલું આ સૂર્ય મંદિર કુલોતુંગા ચોલાદેવના શાસનકાળમાં બાંધવામાં આવ્યું હતું.

અરસાવલ્લી સૂર્ય મંદિર  પદ્મપુરાણ અનુસાર, ઋષિ કશ્યપએ માનવજાતના કલ્યાણ માટે અહીં સૂર્યનારાયણની મૂર્તિની સ્થાપના કરી હતી. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો