ભારતના 12 જ્યોર્તિલિંગ જેના દરેક શિવભક્તોએ દર્શન કરવા જોઈએ 

સોમનાથ જ્યોતિર્લિંગને પૃથ્વી પર ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું છે. આ મંદિર પર વિદેશી આક્રમણકારો દ્વારા ઘણી વખત હુમલો કરવામાં આવ્યો હતો.

Somnath Jyotirlinga  

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવના બીજા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે.  

Mallikarjuna Jyotirlinga

આ જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઐતિહાસિક શહેર ઉજ્જૈનમાં આવેલું છે. તમામ 12 જ્યોતિર્લિંગોમાંથી, એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ ઉજ્જૈનમાં છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં થતી ભસ્મરતી વિશ્વભરમાં પ્રખ્યાત છે.  

Mahakaleshwar Jyotirlinga

આ જ્યોતિર્લિંગ ધાર્મિક શહેર મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે વસેલા નાનકડા નગર ઓમેશ્વરમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની આસપાસ પર્વતો અને નદીઓ વહેવાથી અહીં ઓમનો આકાર બનેલો છે.

Omkareshwar Jyotirlinga

કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં કેદાર નામના હિમાલયની ટોચ પર આવેલું છે. કેદારનાથ સમુદ્ર સપાટીથી લગભગ 3584 મીટરની ઉંચાઈ પર આવેલું છે. તે દેશના સૌથી ઊંચા જ્યોતિર્લિંગોમાંનું એક છે.

Kedarnath Jyotirlinga

ભીમાશંકર જ્યોતિર્લિંગ ભગવાન શિવના છઠ્ઠા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર સ્થિત છે.  

Bhimashankar Jyotirlinga

MORE  NEWS...

18 મહિના બાદ મંગળ થઇ રહ્યા વક્રી, આ રાશિઓનું કરશે મંગળ; ધન સંપત્તિમાં વધારાના યોગ

રક્ષાબંધનના દિવસે આકાશમાં દેખાશે બ્લુ મૂનનો અદભુત નજારો, આ રાશિઓની કિસ્મત હશે સાતમા આસમાને

16 ઓગસ્ટથી શરુ થશે સિંહ રાશિના દિવસો, સૂર્યદેવ બદલી નાખશે કિસ્મત

આ જ્યોતિર્લિંગ વારાણસી શહેરમાં સ્થિત છે. આ કાશીમાં આવેલું છે જેને વિશ્વનું સૌથી પ્રાચીન શહેર માનવામાં આવે છે.  

Kashi Vishwanath Jyotirlinga

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની નજીક બ્રહ્મગિરિ નામનો પર્વત પણ આવેલો છે. આ પર્વત પર ગોદાવરી નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે.

Trimbakeshwar Jyotirlinga

આ જ્યોતિર્લિંગ ઝારખંડના સંથાલ પરગણા પાસે આવેલું છે. પૌરાણિક માન્યતા છે કે ભગવાન શિવના આ ધામને ચિતાભૂમિ કહેવામાં આવે છે.

Vaidyanath Jyotirlinga

નાગેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના 10મા જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે. આ જ્યોતિર્લિંગ ગુજરાતના બરોડા પ્રદેશમાં ગોમતી દ્વારકા પાસે આવેલું છે.

Nageshwar Jyotirlinga

આ જ્યોતિર્લિંગ તમિલનાડુ રાજ્યમાં રામનાથમ નામના સ્થળે આવેલું છે. આ જ્યોતિર્લિંગ સ્વયં ભગવાન શ્રી રામ દ્વારા પવિત્ર કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના કારણે આ જ્યોતિર્લિંગનું નામ રામેશ્વરમ પડ્યું.

Rameshwar Jyotirlinga

આ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં છે. આ જ્યોતિર્લિંગની નજીક એક ઐતિહાસિક કૈલાશ મંદિર પણ છે. અજંતા ઈલોરાની ગુફાઓ પણ આ જિલ્લામાં આવેલી છે. 12 જ્યોતિર્લિંગોમાં આ ભગવાન શિવનું છેલ્લું જ્યોતિર્લિંગ છે.

Grishneshwar Jyotirlinga

MORE  NEWS...

18 મહિના બાદ મંગળ થઇ રહ્યા વક્રી, આ રાશિઓનું કરશે મંગળ; ધન સંપત્તિમાં વધારાના યોગ

રક્ષાબંધનના દિવસે આકાશમાં દેખાશે બ્લુ મૂનનો અદભુત નજારો, આ રાશિઓની કિસ્મત હશે સાતમા આસમાને

16 ઓગસ્ટથી શરુ થશે સિંહ રાશિના દિવસો, સૂર્યદેવ બદલી નાખશે કિસ્મત