એકસાથે 16 એક્સપર્ટે આપી સલાહ, 2024માં તિજોરી ભરવી હોય તો ખરીદી લો આ શેર

નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે અને તેની સાથે માર્કેટ એક્સપર્ટે એવા શેરને પસંદ કરવાનું શરૂ કરી દીધું છે, જે આવનારા 12 મહિનામાં સારું રિટર્ન આપી શકે છે. 

આ કડીમાં બ્રોકરેજ ફર્મ મોતીલાલ આસવાલે Lemon Tree Hotelsના શેરને 2024 માટે તેમની ટોપ પિક્સ લિસ્ટમાં રાખ્યો છે. ફર્મને આશા છે કે, હોટલ ચેઈનને સેક્ટરમાં તેજીથી ફાયદો મળશે અને તે આ વર્ષ મજબૂત પ્લેયર બનાવીને બહાર આવી શકે છે.

મોતીલાલ ઓસવાલે લેમન ટ્રી પર ખરીદીની સલાહ આપી છે. સાથે જ આ શેર પર ટાર્ગેટ પ્રાઈસ 135 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 150 રૂપિયા પ્રતિ શેર કરી દેવામાં આવ્યો છે. 

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

બ્રોકરેજને આશા છે કે, લેમન ટ્રીને NCR જેવા તેના મુખ્ય બજારોમાં ઘણો ફાયદો મળશે. ફર્મે કહ્યું કે, આ શેરોમાં વધતી માંગ અને ધીમા સપ્લાયના કારણે પ્લેયર્સના ગ્રોથમાં તેજી જોવા મળી શકે છે.

બ્રોકરેજને તે પણ આશા છે કે, કારોબારી વર્ષ 2027 સુધી 3,354 મેનેજ્ડ રૂમ્સ શરૂ થયા બાદ તેની હિસ્સેદારી 55 ટકા સુધી વધી જશે. 

ફર્મે કહ્યું કે, કેલેન્ડર વર્ષ 2028 સુધી લેમન ટ્રીનું લક્ષ્ય કુલ 20,000થી પણ વધારે રૂમોનું નેટવર્ક તૈયાર કરવાનું છે.

મોતીલાલ ઓસવાલે કહ્યું કે, વર્ષ 2026 સુધી લેમન ટ્રી હોટલ્સ 94.3 કરોડ રૂપિયાની મેનેજમેન્ટ ફી હાંસિલ કરે તેવી શક્યતા છે. જે કારોબાર વર્ષ 2023ની તુલનામાં 38%નો CAGR હશે.

લેમન ટ્રી પર નજર રાખનારા 18 એનાલિસ્ટમાંથી 16એ શેર પર ખરીદીની સલાહ આપી છે, જ્યારે અન્ય બે એક વેચાણની સલાહ આપી છે. 

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.