તમારા પપ્પા-દાદાને બતાવજો આ મોબાઈલ, મળશે યાદોનો અદ્ભૂત ખજાનો
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વર્ષો પૌરાણિક અને ચમત્કારી શિવ મંદિર આવેલું છે.
આજથી બે-ત્રણ દાયકા પહેલાની વાત કરીએ તો મોબાઈલ એક સ્ટેટસ સિમ્બોલ ગણાતું હતું.
જ્યારે આજે મોબાઈલ જીવન જરૂરિયાતનું સાધન બની ગયું છે. આજે આખી દુનિયા મોબાઈલમાં સમેટાયેલી છે.
શેખર પાટીલ પાસે 1995થી લઈને સ્માર્ટ ફોન શરૂ થયાં સુધીના 350થી વધુ મોબાઈલનો અનોખો સંગ્રહ છે.
સંગ્રહકાર રાજ શેખર પાટીલે જણાવ્યું કે, મેં 1995થી વિવિધ મોડેલના મોબાઈલનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું.
જેમાં પેજર, પોકેટ પેજર, વિવિધ કંપનીઓના કિપેડ વાળા મોબાઈલનો સમાવેશ થાય છે.
ત્યારે આઉટ ગોઇંગ કૉલનો ચાર્જ પ્રતિ મિનિટ 64 રૂપિયા અને ઇનકમિંગ કોલનો ચાર્જ 32 રૂપિયા હતો.
તે સમયે શહેરમાં માત્ર 180 જેટલા લોકો પાસે સેલ ફોન હતા.
હાલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5જી નેટવર્ક વાળા સ્માર્ટફોનનો જમાનો છે.
ત્યારે આજની પેઢીને છેલ્લા અઢી દાયકામાં મોબાઈલ ટેકનોલોજી ક્ષેત્રે આવેલા પરિવર્તન વિશે માહિતી મળે તે હેતુસર મેં મોબાઈલ સંગ્રહ કરવાનું શરૂ કર્યું હતું.
આ મોબાઈલ સંગ્રહ કરવા પાછળ લગભગ 4 લાખ જેટલું રોકાણ અત્યાર સુધીનું રોકાણ કર્યું છે.
નોકિયા દ્વારા 2003માં ગેમ લવર્સ માટે ખાસ ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો.
તે સમયે વિવિધ શેપ અને ડિઝાઇન વાળા ફોનનું ચલણ હતું. જ્યારે આજે ફીચર્સ બેઝડ મોબાઈલ ચલણમાં છે.
નોકિયા દ્વારા 1996માં વિશ્વમાં પહેલી વખત ઈ-મેઈલ અને વોઈસ મેસેજની સુવિધા આપતો કમ્પ્યુટર કીપેડની અનુભૂતિ કરાવતો ફોન લોન્ચ કરવામાં આવ્યો હતો.
જે તે સમયે નોકિયા 9000 હેન્ડસેટ ગ્રાઉન્ડ બ્રેકિંગ ડિવાઇસ હતું.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...