2 લાખ મળી રહી છે BMW, લેમ્બોર્ગિની અને રોલ્સ રોયસ કાર

ઈનકમ ટેક્સની ચોરી કરનારા લોકોની વિરુદ્ધ ઘણી વખત એક્શન લેવામાં આવ્યા છે. કેટલીક પ્રોપર્ટીની હરાજી થઈ જાય છે, તો કેટલાક ઘર-મકાન વેચીને પણ વસૂલી થઈ જાય છે. 

આ વખતે ઈનકમ ટેક્સ વિભાગે લકઝરી કારોની હરાજી કરીને રૂપિયા વસૂલવાનું મન બનાવ્યું છે. આ હરાજીમાં રોલ્સ રોયસ, લેમ્બોર્ગિની, જેગૂઆર અને BMW જેવી લકઝરી કારો સામેલ છે. 

હરાજીની શરૂઆતી કિંમત 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. 28 નવેમ્બર, 2023થી હરાજીની શરૂઆત થશે.

MORE  NEWS...

IPO સબ્સક્રિપ્શન વખતે અપનાવો આ 5 ખાસ ટ્રિક, 99% તમારા નામે એલોટ થઈ જશે શેર

G Pay યૂઝર્સના એકાઉન્ટ સફાચટ કરી રહ્યું છે આ App, તમારા ફોનમાં હોય તો તરત જ ડીલિટ કરી દેજો

ઠંડીમાં કાર કે બાઈક શરૂ કરતા પહેલા આટલું કરો, માખણ જેમ કામ કરશે એન્જિન સહિતના અન્ય પાર્ટ્સ

વાસ્તવમાં, અઢળક કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે આરોપી સુકેશ ચંદ્રશેખર જેનું નામ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ સાથે અને નોરા ફતેહી સાથે જોડાયું હતું, તેના પર ઘણા કરોડનો ટેક્સ બાકી છે. 

હાલ દિલ્હીની જેલમાં સુકેશને રાખવામાં આવ્યો છે અને ટેક્સની વસૂલી કરવા માટે વિભાગ સુકેશની લગભગ ડઝનેક કારોની હરાજી કરવાની યોજના બનાવી ચૂક્યું છે.

ધ હિંદુની રિપોર્ટ અનુસાર, સુકેશ પર ઈનકમ ટેક્સ વિભાગનું લગભગ 308 કરોડ રૂપિયાનું દેવું છે. જેની વસૂલી સુકેશ પાસે રહેલી 12 લકઝરી કારોની હરાજી કરીને કરવામાં આવી રહી છે.

આ કારોની લિસ્ટમાં રોલ્સ રોયસ, ટોયોટા ફોર્ચ્યુનર, લેમ્બોર્ગિની, BMW M5, રેન્જ રોવર, જેગુઆર, ઈનોવા ક્રિસાટ, નિસાન ટિએના, પોર્શે, ટોયોટા લેન્ડ ક્રૂઝર પ્રૈડો અને ડુકાટીની ડેવલ બાઈકની હરાજી કરવામાં આવી રહી છે.

એવું નથી કે, પહેલીવાર સુકેશની કારોની હરાજી થઈ રહી છે. પરંતુ આ પહેલા પણ EDએ મની લોન્ડ્રિંગના મામલે સુકેશ પર કાર્યવાહી કરી હતી અને તેની લકઝરી કારોની હરાજી કરીને રૂપિયાની વસૂલી કરી હતી.

MORE  NEWS...

83માં તોફાન બનીને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ પાસે કેટલી સંપત્તિ? મોટાભાગના લોકોને નથી ખબર

ટાટા મોટર્સના શેરધારકોને જલસાં, Tata Techના IPOમાં મળશે સીધો મોટો ફાયદો

250 રૂપિયાની મૂડીમાં ઊભો કરી દીધો કરોડોનો કારોબાર, આજે વિદેશોમાં પણ સેવા આપે છે આ વ્યક્તિની કંપની

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.