વાર્ષિક આધાર પર કંપનીના નફાની વાત કરીએ, તો આમાં ઘટાડો નોંધાયો છે. કંપનીનો નફો 76.8 કરોડ રૂપિયાથી ઘટીને 72 કરોડ રૂપિયા રહી ગયો છે.
કંપનીની કમાણીની વાત કરીએ તો આમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. ગત વર્ષના ક્વાટર પરિણામો બરાબર કંપનીની કમાણી 310 કરોડ રૂપિયા જ રહી છે.
કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાટર માટે રોકાણકારોને 1 શેર પર 200 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. કંપનીએ તેના માટે 14 ફેબ્રુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
હજુ સુધી કંપનીએ સૌથી વધારે રેકોર્ડ ડિવિડન્ડ 23 મે 2019માં આપ્યું હતું. કંપનીએ વર્ષ 2019માં 416 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું હતું.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.