એકસાથે 24 એક્સપર્ટે આપ્યું BUY રેટિંગ, ખરીદી લો ટાટાનો શેર

ટાટા ગ્રુપની દિગ્ગજ ઓટો કંપની ટાટા મોટર્સના શેર મંગળવારે 30 જુલાઈના રોજ નવી રેકોર્ડ ઊંચાઈ પર પહોંચી ગયા હતા.

શેર 5 ટકા તેજીની સાથે 1,179.05 રૂપિયાની ઈન્ટ્રા ડે હાઈ પર પહોંચી ગયા, જે તેનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર છે. 

આ શેરને લઈને જાપાની બ્રોકરેજ ફર્મ નોમુરાએ 1,294 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે. બ્રોકરેજ હાઉસે ટાટા મોટર્સની રેટિંગને અપગ્રેડ કરતા તેને BUY રેટિંગ આપ્યું છે.

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

ગત એક સપ્તાહ દરમિયાન કંપનીના શેરોમાં 16.46 ટકાની તેજી જોવા મળી છે. વર્ષ 2024માં હજુ સુધી કંપનીના શેરોની કિંમતમાં 51 ટકાની તેજી જોવા મળી છે.

ટાટા મોટર્સના શેરે ગત એક મહિનામાં 17.40 ટકાનું રિટર્ન આપ્યું છે. કંપનીના શેરોએ 1 વર્ષમાં 81.51 ટકાનું રિટર્ન આપ્યું છે.

ટાટા મોટર્સના શેરને હાલ 35 એક્સપર્ટ્સ કવર કરી રહ્યા છે. આમાંથી 24એ આ શેરને ‘Buy’ રેટિંગ આપ્યું છે. જ્યારે 6એ તેને હોલ્ડ અને 5એ વેચવાની સલાહ આપી છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.