શ્રાવણ માસમાં કરો 300 વર્ષ જૂના શિવાલયના દર્શન
ભરુચ શહેરનાં લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં ભૃગુ ભાષ્કેશ્વર મહાદેલવનું પૌરાણિક મંદિર આવેલું છે.
આ મંદિરનો ઈતિહાસ 300 વર્ષ કરતાં પણ જૂનું હોવાની માન્યતા છે.
આ મંદિર પાસે દત્ત મંદિર અને સાઈ મંદિર પણ આવેલાં છે.
ભરુચના નામ પાછળ એક દંતકાથા છે.
ભૃગુ ઋષિએ નર્મદા કિનારે કુર્મની પીઠ પર બેસીને તપ કરી ભૃગુ કચ્છ વસાવ્યું હતું.
પૌરાણિક કથા અનુસાર ભૃગુ ઋષિના નામ પરથી આ મંદિરનું નામ ભૃગુ ભાષ્કરેશ્વર નામ પડ્યું.
શ્રાવણ માસ દરમિયાન રોજ રાત્રે અહીં શિવ મહિમ્ન સ્તોત્રના પાઠ કરાવવામાં આવે છે.
સોમવારે મહાદેવના શિવલિંગ ઉપર ભકતો દૂધ સહિતનો અભિષેક કરીને તેમજ પૂજા કરી ધન્યતા અનુભવે છે.
દર વર્ષે મહાશિવરાત્રી નિમિત્તે ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે ભગવાન શંકરને ઘીના કમળ અર્પણ કરવામાં આવે છે.
દત્તો પાસક પરિવાર દ્વારા સૌથી મોટું ઘીનું કમળ અહીં અર્પણ કરવામાં આવે છે, આ ઘીનું કમળ આકર્ષણનું કેન્દ્ર બને છે.
ભૃગુ ભાષ્કરેશ્વર મહાદેવ મંદિર ખાતે સુરત, વડોદરા, અમદાવાદ સહિતના દૂર દૂરના સ્થળોએથી શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...