31 એક્સપર્ટએ આપ્યું BUY રેટિંગ, જલ્દીથી ખરીદી લો શેર

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે 31 જુલાઈના રોજ તેના જૂન ક્વાટરના પરિણામો જાહેર કર્યા હતા.

ત્યારબાદ ઈન્ટ્રા ડેમાં આ શેર 4 ટકાના ઉછાળાની સાથે 13,680 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયા. આ તેનું 52 સપ્તાહનું ઉચ્ચતમ સ્તર છે.

8 બ્રોકરેજ કંપનીઓએ મનીકંટ્રોલ પોલમાં અંદાજ લગાવ્યો હતો કે, ઓટો કંપનીના પહેલા ક્વાટરનો ચોખ્ખો નફો 3,234 કરોડ રૂપિયા અને રેવન્યૂ 34,566 કરોડ રૂપિયા રહેશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાટરમાં મારુતિ સુઝુકીનો ચોખ્ખો નફો 46.9 ટકા વધી ગયો છે. આ દરમિયાન કંપનીએ 3,650 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. 

મારુતિ સુઝુકીને કવરેજ કરનારા 46 એનાલિસ્ટમાંથી 31એ તેને ખરીદવાની સલાહ આપી છે. 11એ તેને હોલ્ડ રેટિંગ તો માત્ર 4એ તેને વેચવાની સલાહ આપી છે. 

બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ શેર પર ઓવરવેટ રેટિંગ જાળવી રાખી છે અને ટાર્ગેટ પ્રાઈસ 14,105થી વધારીને 15,145 રૂપિયા કરી દીધો છે.

CLSAએ 15,000 રૂપિયાના ટાર્ગેટની સાથે મારુતિ પર તેની આઉટપરફોર્મ રેટિંગ જાળવી રાખી છે. બ્રોકરેજ ફર્મ નોમુરાએ મારુતિ પર ન્યૂટ્રલ રેટિંગ આપી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.