34 એક્સપર્ટે આપી આ દિગ્ગજ શેર ખરીદવાની સલાહ

હંમેશા લોકો એવા શેરની શોધમાં રહે છે, જે સારું રિટર્ન આપી શકે. પરંતુ સત્ય તો એ છે કે, શેરબજારમાં રૂપિયાની કમાણી કરવી ઘણી મુશ્કેલ છે. 

બ્રોકરેજ ફર્મ સમય-સમય પર આવા રિપોર્ટ બહાર પાડે છે, જેમાં શેર ખરીદવાની સલાહ આપવામાં આવે છે

હાલમાં મોર્ગન સ્ટેનલીએ ભારતીય શેરબજારના એક દિગ્ગજ શેર માટે વર્તમાન પ્રાઈસથી 30 ટકા ઉપરનો ટાર્ગેટ આપ્યો છે. આ શેરનું નામ છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ.

મોર્ગન સ્ટેનલીએ તેના રિપોર્ટમાં RIL પ્રત્યે ઓવરવેઈટ રેટિંગ જાળવી રાખી છે અને શેર માટે 1,606 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે. 

આ અંદાજ માત્ર આંકડાઓ સુધી મર્યાદિત નથી, પરંતુ તેની પાછળ RILની નવી ઉર્જા યોજનાઓ અને સરકારી સમર્થનનો મજબૂત પાયો છે.

જાણકારી અનુસાર, 20 ફેબ્રુઆરી 2025 સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની માર્કેટ કેપ 16,58,256.97 કરોડ રૂપિયા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હાલમાં જ કેન્દ્ર સરકાર સાથે એક મહત્વપૂર્ણ કરાર કર્યો છે. તેના હેઠળ કંપની GWhની બેટરી ક્ષમતા વિકસિત કરશે.

આ કરાર પર એડવાન્સ્ડ કેમિસ્ટ્રી સેલ (ACC) બેટરી સ્ટોરેજ સ્કીમ હેઠળ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જેને મે 2021માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

આ યોજના માટે કુલ ₹18,100 કરોડ ફાળવવામાં આવ્યા છે, અને તેનો હેતુ 50 GWh ની કુલ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો છે.

RILને કવર કરી રહેલા 38 એક્સપર્ટ્સમાંથી 34એ તેને ખરીદવાની સલાહ આપી છે, જ્યારે ત્રણે Sell અને એકએ હોલ્ડની સલાહ આપી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.