ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સના શેરોમાં તેજી જારી છે.
ગત 6 મહિનામાં આ શેરમાં 43 ટકાથી વધારે તેજી જોવા મળી છે.
શાનદાર પરિણામોની વચ્ચે બ્રોકરેજ ફર્મ આ શેરને લઈને હજુ પણ બુલિશ જોવા મળી રહ્યા છે.
બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર આ શેરને લઈને બુલિશ જોવા મળી રહ્યા છે.
બ્રોકરેજે 26 જુલાઈ 2023ના રોજ તેની રિસર્ચ રિપોર્ટમાં 760 રૂપિયાની લક્ષ્ય કિંમતની સાથે આ શેરને ખરીદવાની સલાહ આપી છે.
બ્રોકરેજને આ શેરમાં હજુ પણ 84 ટકાની શાનદાર તેજીની આશા છે.
આ ઉપરાંત JLR અને ઈન્ડિયા CV બિઝનેસમાં મજબૂત પ્રદર્શનથી માર્જિનમાં વધારો થયો.
JLR વોલ્યૂમમાં સુધારો જારી રહેવાની આશા છે અને તેના કારણે આવનારા ક્વાટરમાં ગ્રાઈડેન્સ અપગ્રેડ થઈ શકે છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.