4 બોનસ શેર આપવા માટે કંપનીએ જાહેર કરી રેકોર્ડ ડેટ

એક નાની કંપની સાલાસર ટેક્નો એન્જિનિયરિંગના શેર રોકેટ બની ગયા છે. કંપનીના શેર શનિવારે 19.53 ટકાની જબરદસ્ત તેજીની સાથે 94.88 રૂપિયા પર પહોંચી ગયા છે. 

સાલાસર ટેક્નોના શેરોમાં આ જબરદસ્ત ઉછાળો બોનસ શેરની રેકોર્ડ ડેટની જાહેરાત બાદ આવ્યો છે.  

કંપની તેના રોકાણકારોને 4:1ના રેશ્યોમાં બોનસ શેર આપી રહી છે. એટલે કે કંપની દરેક શેર પર 4 બોનસ શેર આપશે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

સાલાસર ટેકનો એન્જિનિયરિંગે બોનસ શેર માટે 1 ફેબ્રુઆરી 2024ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

કંપનીએ આ પહેલા 2021માં 1:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દરેક 1 શેર પર 1 બોનસ શેર આપ્યા હતા.

કંપનીએ 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા શેરને 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 10 શેરોમાં વહેંચ્યા હતા. સાલાસર ટેકનો એન્જિનિયરિંગનો બિઝનેસ ટેલીકમ્યુનિકેશન, પાવર, રિન્યુએબલ, સ્માર્ટ સિટી સોલ્યૂશન્સ, પોલ્સ અને હેવી સ્ટીલ સ્ટ્રક્ચર્સ સેગમેન્ટમાં છે.

સ્મોલકેપ કંપની સાલાસર ટેકનો એન્જિનિયરિંગના શેર ગત 4 વર્ષથી ઓછા સમયમાં 2,417 ટકા વધ્યા છે.

કંપનીના શેર 17 એપ્રિલ, 2020ના રોજ 3.78 રૂપિયા પર હતા. સાલાસર ટેકનોના સેર 20 જાન્યુઆરી 2024ના રોજ 94.88 રૂપિયા પર પહોંચી ગયા છે.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.