છેલ્લા ત્રણ વર્ષમાં લોયડ્સ મેટલ્સ એન્ડ એનર્જી લિમિટેડના શેરમાં 4,800% થી વધુનો વધારો થયો છે.
આ મલ્ટિબેગર મેટલ સ્ટોક, જે 9 સપ્ટેમ્બર, 2020ના રોજ રૂ. 10.66 પર બંધ થયો હતો, તેણે 11 સપ્ટેમ્બર, 2023ના રોજ BSE પર રૂ. 583.85ની ઇન્ટ્રાડે હાઇ પર પહોંચ્યો હતો.
આ શેર RSI 48 પર છે, જે દર્શાવે છે કે શેર ન તો ઓવરસોલ્ડ કે ન તો ઓલરબોટ ઝોનમાં કારોબાર કરી રહ્યો છે.
BSE પર કંપનીની માર્કેટ કેપ વધીને રૂ. 29,474.16 કરોડ થયું છે.
સોમવારે લોયડ્સ મેટલ્સનો શેર રૂ. 554.45ના પાછલા બંધ સ્તરથી ઘટાડા સાથે રૂ. 545 પર ખૂલ્યો હતો.
આ વર્ષે, 9 ઓગસ્ટ, 2023 ના રોજ, સ્ટોક 687.85 રૂપિયાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
ત્રણ વર્ષ પહેલાં લોયડ્સ મેટલ્સના શેરમાં રોકાવામાં આવેલી રૂ. 1 લાખની રકમ આજે રૂ. 54.77 લાખ થઈ ગઈ હશે.
શેરમાં એક વર્ષમાં 312 ટકા જ્યારે 6 મહિનામાં 85.47 ટકાની તેજી જોવા મળી છે.
Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.