ગત કેટલાક સમયથી HDFC Bankના શેર સતત તૂટી રહ્યા છે. તો શું તેની પાછળનું કારણ પણ FPIની વેચવાલી છે?
25 જાન્યુઆરીના રોજ HDFC Bankના શેર 1 ટકાથી પણ વધારે ઘટીને 1440.70 રૂપિયા પર બંધ થયા હતા. જ્યારે ગત એક મહિનામાં શેર 14 ટકાથી વધારે તૂટી ચૂક્યા છે.
બેંકે સ્પષ્ટતા આપતા અમારા ગ્રુપની ચેનલ CNBC TV18ને જણાવ્યું કે, એવું કોઈ પ્રમાણ નથી કે, વધારે જાણકારી આપવાથી બચવા માટે FPI, HDFC Bankના શેર વેચી રહ્યા છે.
આ મહિને 24 જાન્યુઆરી સુધી વિદેશી રોકાણકારોએ કુલ 19,307 કરોડ રૂપિયાના શેર વેચી દીધા છે. જેના કારણે બજાર રેડ રહ્યું હતું.
FPIને હાલ બે બાબતોનો ડર છે. તેમાં પહેલા સેબીની માંગ છે, જેમાં તેઓ વધારે જાણકારી માંગી રહ્યા છે. બીજી એ છે કે, ત્રીજા ક્વાટરના પરિણામોમાં ઈન્ડિયન બેંકનું સ્કોર કાર્ડ કંઈ ખાસ જોવા મળી રહ્યું નથી.
એક અન્ય બ્રોકરેજ ફર્મ જેફરીઝે પણ HDFC Bankના શેરો માટે 2,000 રૂપિયાની લક્ષ્ય કિંમત નક્કી કરતા ખરીદીની સલાહ આપી છે.
HSBCએ પણ HDFC Bankના શેરોને ખરીદવાની સલાહ આપી છે. પરંતુ ટાર્ગેટ પ્રાઈસ 2080 રૂપિયાથી ઘટાડીને 1950 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.
ઈનક્રેડે પણ HDFC બેંકના શેરોને ADD કરવાની સલાહ આપતા 2000 રૂપિયા ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે. ઈનક્રેડે પણ બેંકના ક્રેડિટ ગ્રોથ અને મેનેજેબલ ડિપોઝીટ્સના કારણે વિશ્વાસ છે.
મોતીલાલ ઓસવાલે પણ HDFC Bankમાં ખરીદીની સલાહ કાયમ રાખી છે અને તેના માટે 1,950 રૂપિયા પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કરવામાં આવ્યો છે.
DAM Capitale પણ HDFC Bankના શેરથી બ્રેકઅપની સલાહ આપી નથી અને તેને 2000 રૂપિયાની લક્ષ્ય કિંમતે ખરીદવા માટે કહ્યું છે.
દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે
બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો