7,000ની SIP કેટલા વર્ષે કરોડપતિ બનાવશે?

નિષ્ણાતો માને છે કે સંપત્તિ બનાવવા માટે પૈસાની બચત પૂરતી નથી, પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરવું જરૂરી છે.

યોગ્ય નાણાકીય આયોજન અને યોગ્ય રોકાણ જરૂરી છે.

મનીકંટ્રોલના લેખ મુજબ, યોગ્ય આયોજન અને શિસ્ત સાથે, તમે મહિનામાં 7000 રૂપિયાનું રોકાણ કરીને પણ એક કરોડની સંપત્તિ બનાવી શકો છો.

જો તમે આજે SIPમાં દર મહિને રૂ. 7,000નું રોકાણ કરવાનું શરૂ કરો છો, તો પછીના 30 વર્ષમાં તમે રૂ. 25.2 લાખનું રોકાણ કરશો.

જો તમારો પોર્ટફોલિયો દર વર્ષે 8 ટકાના દરે વધે છે, તો 30 વર્ષમાં તમારું ફંડ 1 કરોડનું થઈ જશે.

જો તમારો પોર્ટફોલિયો 10 ટકાના દરે વધે છે, તો દર મહિને માત્ર 4800 રૂપિયાના રોકાણથી તમે 30 વર્ષમાં એક કરોડ કમાઈ શકો છો.

બીજી તરફ 10 ટકાના ગ્રોથ રેટ પ્રમાણે તમે દર મહિને માત્ર 8040 રૂપિયા જમા કરીને 1 કરોડ કમાઈ શકો છો.

5 કરોડનું રિટાયરમેન્ટ ફંડ બનાવવા માટે 30 વર્ષની ઉંમરથી દર મહિને 24,000નું રોકાણ કરી  60માં વર્ષે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.