71  આ વર્ષના દાદા ભલભલાને હંફાવી દે છે! 

સામાન્ય રીતે નિવૃત્ત થયા પછી વ્યક્તિ ઘરે બેસીને આરામ કરવાનું નક્કી કરતા હોય છે. 

તો કેટલાક પરિવાર સાથે રહેવાનું નક્કી કરતા હોય છે.

નિવૃત્તિ એટલે જીવનનો એવો પડાવ જ્યારે વિતેલા વર્ષોને યાદ કરીને જીવન વ્યતીત કરવું.

પરંતુ જામનગરના એક ભાઈએ એવી સિદ્ધિ મેળવી જે જુવાનિયાઓ માટે પ્રાપ્ત કરવી ખુબ જ મુશ્કેલ બની શકે છે.

જામનગરના મનસુખભાઇ નાકરાનીએ મેરેથોનની અનેક સ્પર્ધામાં ભાગ લીધો છે અને ડઝનેક મેડલો પોતાના નામે કર્યા છે.

મનસુખભાઇ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં કર્મચારી હતા, તેઓ વર્ષ 2013માં નિવૃત્ત થયા હતા. 

એક દિવસ જામનગરમાં વાલસુરા નેવી ખાતે એક હાલ્ફ મેરેથોન યોજાઈ હતી, નવરાશ હોવાથી તેઓ પ્રથમ વખત આ મેરેથોનમાં જોડાયા હતા. 

ત્યારબાદ તેમને તેમાં રસ પડતા નક્કી કર્યું કે 75 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં 75 જેટલા મેડલ મેળવવા છે. 

આ વાત સાંભળવામાં સરળ લાગે પરંતુ હકીકત પાછળ ખૂબ જ મહેનત અને લગનની જરૂર પડે છે.

મનસુખભાઇ એ સતત પ્રેક્ટિસ શરૂ રાખી અને એક પછી એક સ્પર્ધામાં ભાગ લઇને નક્કી કરેલી સફળતા મેળવી અન્ય લોકો માટે પ્રેરણાદાયક દાખલો બેસાડી દીધો.

મનુસુખભાઇની લગ્ન અને મહેનત એટલી હતી કે ધાર્યા કરતા પણ વહેલી સફળતા પ્રાપ્ત થઇ હતી.

મનસુખભાઇએ 70 વર્ષની ઉંમરે જ 75 જેટલા મેડલ મેળવી લીધા હતા.

હજુ મનસુખભાઇની ઉંમર 71 વર્ષ રનીંગ છે ત્યાં તેઓએ 100 જેટલા મેડલ પ્રાપ્ત કરી લીધા છે.

જેમાં 20 હાલ્ફ મેરેથોન,40 10-કિલોમીટરની મેરેથોન, 3 વર્ચ્યુઅલ દાંડી યાત્રા, 9 સાયક્લોથોન, 15 કિલોમીટરની મેરેથોન, 100 દિવસમાં 500 કિલોમીટરની દોડ, રીઝોલ્યુશન 2022 અંતર્ગત વર્ષ 2022માં 4,300 કિલોમીટર વોકિંગ/રુન્નિન્ગ કરી 4 મેડલ,100,200,400 મીટર દોડમાં જિલ્લા તથા રાજ્ય કક્ષાએ 18 મેડલ તથા 5 કિલોમીટર દોડમાં પણ મેડલ મેળવ્યા છે.

આ ઉપરાંત વર્ષ દરમિયાન હર્ષદ માતાજી, ઉમિયાધામ સીદસર, સિદ્ધિ વિનાયક સપડા, ભોલેશ્વરની નિયમિત પદયાત્રા પણ કરે છે.

શનિદેવ હાથલા, દ્વારકા, ખોડલ ધામની પદયાત્રા પણ કરી છે.

નિવૃતિ બાદ એવરેજ 12 કિલોમીટરનું વોકિંગ/ રનીંગ ચાલુ છે.

આ ઉપરાંત ખેલ મહાકુંભમાં બે વખત રસ્સાખેંચમાં જિલ્લા ચેમ્પિયન થઈ રાજ્ય કક્ષાએ રમવા પણ ગયા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો