72 વર્ષના બચુબાપા માત્ર 20 રુપિયામાં ભૂખ્યાનું પેટ ઠારે છે
ભૂખ્યાને ભોજન પૂરું પાડવાનું કામ સૌથી મોટું પુણ્યનું કામ છે.
મોરબીના એક 72 વર્ષના વૃદ્ધ છેલ્લા 40 વર્ષથી ભૂખ્યાનું પેટ ઠારવાનું કામ કરે છે.
આ વૃદ્ધનું નામ બચુબાપા છે જે છેલ્લા 40 વર્ષથી જાતે જ ભોજન બનાવીને લોકોને પીરસે છે.
બચુબાપાના પત્ની નર્મદાબહેન અવસાન પામ્યાં છે. તેમની પત્ની પણ આ સેવાકાર્યને સહયોગ આપતા હતાં.
પત્નીના અવસાન અને દીકરીના લગ્ન બાદ બચુબાપા સાવ એકલા થઈ ગયા છે.
બચુબાપા તેમના નાના એવા ભોજનાલયની પાસે જ કપડાની આડશ બનાવીને રહે છે.
ભોજનાલય બનાવીને લોકોનું પેટ ઠારવું બચુબાપાનું સપનું હતું.
મોરબીના સ્ટેશન રોડ ઉપર નાનું એવું બચુબાપાનું ભોજનાલય આવેલું છે.
40 વર્ષ પહેલાં માત્ર 3 રૂપિયામાં તેઓએ લોકોને પ્રેમથી ભોજન જમાડવાનું શરૂ કર્યું હતું.
હાલના સમયમાં વધતી જતી મોંધવારીને લીધે અહિં જમવાની થાળીના ભાવમાં નામ માત્રનો વધારો થયો છે.
આજે અહિં 20 રૂપિયામાં ભરપેટ જમવાનું મળી રહે છે.
નિસ્વાર્થભાવથી પ્રેમથી જમાડતા બચુબાપાનું ગાડું આજ સુધી ક્યારેય અટક્યું નથી.
જો કોઈ વ્યક્તિ પાસે જમવાના 20 રૂપિયા પણ ન હોય તો 10 રુપિયામાં પણ અહીં ભરપેટ ભોજન આપવામાં આવે છે.
પૈસા ન હોય તેવા લોકો પણ અહીંથી ભૂખ્યા પરત જતા નથી.
આજે તેમના ભોજનાલયમાં દરરોજ 70થી વધુ લોકો જમવા આવે છે.
સવારના 10:30થી સાંજના 4 વાગ્યા સુધી આ જગ્યા પર આવનારને પૈસાની કમીના કારણે ભૂખ્યાં નથી રહેવું પડતું.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...