આ વ્યક્તિએ છત પર તળાવ બનાવી ઉછેર્યા વોટર લીલી

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રહેતા 53 વર્ષીય પર્યાવરણપ્રેમી રહે છે.

તેમણે પોતાની છત પર 300થી વઘારે પ્રકારના વોટર લીલીનો ઉછેર કર્યો છે.

પર્યાવરણ પ્રેમી રાજા ચઢ્ઢાએ પોતાની છત પર ટપ અને પીડામાં દેશી અને વિદેશી લીલી ઉછેર્યા છે. 

1500 ચોરસ ફૂટ વિસ્તારમાં તેઓ પાસે 250થી લઈ 50 હજાર સુધીની કિંમતના લીલીના છોડ છે. 

રાજા ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, માતા પિતા અને બાળકોને ગમે તે માટે ખાસ મહેનત કરી બગીચો તૈયાર કર્યો હતો.

કુદરતના ખોળે રહેવાની મહેચ્છાના કારણે છેલ્લા 12 વર્ષથી પોતાના છત પર લીલીનો ઉછેર કરી રહ્યા છે.

રાજા ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં લીલીની જ એક જાત લક્ષ્મી કમલને પોતાના ધરે લાવી ઉછેરી હતી.

અત્યાર સુધી તેઓએ ટ્રોપીકલ પ્રકારના 200, હાર્ડી પ્રકારના 25 અને ઓસ્ટ્રેલિયાની 15 જેટલી લીલી ઉછેરી છે.

રાજા ચઢ્ઢાએ પોતાની છત પર સાઉથ-ઈસ્ટ એશિયાના વિવિધ દેશો જેમકે, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, યુ.એસ.થી લીલી મંગાવીને ઉછેર કર્યો છે.

લીલીને ઉછેરવામાં લગભગ 9 થી 10 મહિના થતા હોય છે.

લીલી નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ફૂલો ખીલતા બંધ થઈ જતા હોય છે.

લીલીના ઉછેરમાં અત્યાર સુધી તેઓએ લગભગ 8 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. રાજા ચઢ્ઢા આ લીલીને વેચતા કે વેપાર કરતા નથી.

હાલના સમયમાં રાજાભાઈ અલગ અલગ શહેરોમાં જઈને લીલીના પ્લાન્ટ લગાવવા તથા વર્કશોપ માટે પણ જતા હોય છે.

પર્યાવરણ પ્રેમી રાજા ચઢ્ઢાએ પોતાના અનુભવ પરથી લીલીનો સફળ ઉછેર કર્યો છે.

હવે તેઓ પોતાની જાતે જ અલગ અલગ કલમો બનાવીને અવનવા પ્રયોગો કરી રહ્યા છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો