76 વર્ષમાં કેટલું ભારતમાં કેટલું અને શું શું બદલાયું?

આ 76 વર્ષમાં ભારતે આખી દુનિયામાં ઘણું નામ કમાવ્યું. ઘણી સિદ્ધિઓ ભારતના નામે નોંધાઈ હતી.

1947માં જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશની જીડીપી રૂ. 2.7 લાખ કરોડ હતી અને તે વિશ્વના જીડીપીના ત્રણ ટકાથી ઓછી હતી.

2023માં વર્તમાન કિંમતોના આધારે દેશની જીડીપી લગભગ 272.41 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

1992 થી 2019 સુધી અર્થતંત્રનો વિકાસ દર ચારથી આઠ ટકાની રેન્જમાં રહ્યો. આ સમયગાળા દરમિયાન ભારતનું અર્થતંત્ર સ્થિર અને મજબૂત બન્યું હતું.

1950-51માં ભારતે $1.27 બિલિયનની આયાત કરી અને $1.26 બિલિયનની નિકાસ કરી.

2021-22માં ભારતે કુલ $670 બિલિયનની આયાત કરી હતી, જ્યારે 756 બિલિયન ડોલરની નિકાસ કરી હતી.

આઝાદી સમયે 10 ગ્રામ સોનાની કિંમત 88.62 રુપિયા હતી. જે અત્યારે 58,903 રુપિયા છે.

પેટ્રોલ એક લિટરના ફક્ત 27 પૈસા હતા. જેની સામે આજે પેટ્રોલ 96.72 રુપિયા પહોંચી ગયું છે.

ચોખા એક કિલોના 12 પૈસા માત્ર હતા જે આજે 40 રુપિયાથી વધુ ભાવે વેચાઈ રહ્યા છે.

ખાંડ આઝાદી સમયે 40 પૈસા કિલો હતી જે આજે 43 રુપિયાથી વધુ છે.

બટેટાં 25 પૈસા કિલોના ભાવે મળતાં હતા જે આજે 25 રુપિયા આસપાસ છે.

1947માં દૂધની કિંમત ફક્ત 12 પૈસા પ્રતિ લિટર હતી જેની આજે કિંમત 60થી 70 રુપિયા આસપાસ છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.