8 પાસ ખેડૂતે કરી કમાલ! પશુપાલનથી કરી લાખોની કમાણી

સખત મહેનત અને યોગ્ય આયોજનથી કોઈપણ બિઝનેસમાં સફળતા મેળવી શકાય છે.

ઝાલના જિલ્લાના ગંગાધર કુબેરે આ વાત સાબિત કરી દીધી છે.

માત્ર 8 પાસ ગંગાધરે ડેરીના વ્યવસાયમાંથી દર વર્ષે ચારથી પાંચ લાખનો નફો મેળવે છે. 

ગંગાધર મુંબઈમાં ઘણા વર્ષોથી ગેરેજ ચલાવતો હતો.

તેની પાસે ઘરેલું ખેતર હોવાથી તેણે તેમાંથી જ આવક મેળવવાનું નક્કી કર્યુ.

તે માટે તેણે ડેરીનો વ્યવસાય નક્કી કર્યો. તેણે ગયા વર્ષે પંજાબમાંથી પાંચ ગાય ખરીદી હતી. 

તેણે ઢોર માટે ખેતરમાં શેડ બાંધી હતી.

ગાયના સ્વાસ્થ્યને સારી સ્થિતીમાં રાખવા માટે ગૌશાળામાં પશુ ફ્રી અવર-જવર કરી શકે તે રીતે ડિઝાઈન કરવામાં આવી.

હાલમાં તે પોતાના આ પશુપાલન વ્યવસાયમાંથી દર મહિને 50 થી 60 હજાર કમાય છે. 

દર વર્ષે તે આરામથી ચારથી પાંચ લાખની કમાણી કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો