બાર્બીને પણ ભુલાવી દે તેવી ઢીંગલી બનાવી 80 વર્ષના દાદી કરે છે લાખોની કમાણી

પહેલાંના સમયમાં નાની દીકરીઓ પોતાની ઢીંગલીઓને તેમના જીવની જેમ વહાલ સાથે સાચવતી હતી.

હાલ ભારતીય હસ્તકળાથી બનતી ઢીંગલીઓનું સ્થાન અન્ય વિદેશી રમકડાંએ લીધું છે.

હાલ ઢીંગલી બનાવવાની કળા લુપ્ત થઈ રહી છે, પણ ગાંધીનગરના 80 વર્ષની એક દાદીમાએ આ કળાને જીવંત રાખી છે.

આ દાદીમાનું નામ રંજનબેન ભટ્ટ છે. ગાંધીનગરમાં કલાશ્રી ફાઉન્ડેશન નામની સંસ્થા આવેલી છે.

તેઓ 1960થી ઢીંગલી બનાવવાનું કાર્ય કરે છે. તેઓ આ કામમાં નાનપણથી રૂચિ ધરાવે છે.

ઢીંગલી બનાવવાનો શોખ તેમને બાળપણથી જ હતો. આજે તેમની ઢીંગલીઓ વિદેશમાં પણ પહોંચે છે.

રંજનબેનની ઢીંગલી બજારમાં મળતી બાર્બી ડોલને પણ ટક્કર આપે છે.

બાર્બી ડોલ બનાવવા પાછળ પ્લાસ્ટિક જેવી અન્ય વસ્તુઓ વપરાતી હોય છે.

જ્યારે દાદીમા દ્વારા બનાવવામાં આવતી ઢીંગલીઓ રૂ તથા કાપડ જેવી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે.

દાદી દ્વારા બનાવવામાં આવતી ઢીંગલીઓનું પ્રદર્શન દેશ-વિદેશમાં કરવામાં આવે છે.

રંજનબેન ભટ્ટ જોડે 18થી વધુ ડોલ મેકિંગ પેટર્ન છે. 

આ પેટર્ન દ્વારા તેઓ ભારતીય પહેરવેશ, નૃત્ય અને દેવી-દેવતાની પ્રતિકૃતિને 18 દેશોમાં પ્રસાર કરી ચૂક્યા છે. 

દાદી સાથે હાલમાં 20થી વધુ લોકો કામ કરી રહ્યા છે.

દાદીમા આ ઢીંગલીઓ દ્વારા દર મહિને 2 થી 3 લાખ સુધીની આવક કમાય છે.

રંજનબેન ભટ્ટ અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લોકોને ટ્રેનિંગ આપી ચૂક્યા છે. 

હાલમાં તેઓ મહિને 2 થી 3 હજાર ઢીંગલીઓ બનાવી રહ્યા છે. 

તેમણે પોતાની સંસ્થા કલાશ્રી ફાઉન્ડેશન પણ સ્થાપિત કરી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો