80 વર્ષના દાદી બનાવે છે સુરતના સૌથી ફેમસ સમોસા, તમે ચાખ્યા કે નહીં?
આખું સુરત શહેર ખાણીપીણી માટે સ્વર્ગ સમાન છે.
સુરતવાસીઓ મજેદાર બનાવવાના તેમજ ખાવાના શોખીન છે.
સુરતમાં ગાંડા કાકાના સમોસા ખૂબ જ જાણીતા છે.
ઘરમા વેચાતા આ સમોસા લેવા સુરતના બહારથી પણ લોકો આવે છે.
80 વર્ષની ઉંમરમાં પણ શારદાબેન અને તેમનો પરિવાર 20થી 25 કિલો સમોસા બનાવીને વેચાણ કરે છે.
જ્યારે શારદાબેન 20 વર્ષના હતા ત્યારે તેઓએ સમોસા બનાવીને તેનું વેચાણ કરવાનું શરૂ કર્યું હતું.
આજે તેમનો પરિવાર પણ સમોસા બનાવવા માટે મદદ કરી રહ્યું છે.
સમોસા બનાવવાના આ કામમાં શારદાબેનની દીકરી તેમના બે દીકરા અને તેમની બે વહુ મદદ કરે છે.
આજે 80 વર્ષની ઉંમરે પણ શારદાબેન 6થી 7 કિલો સમોસા બનાવી દે છે.
સમોસાના યુનિક ટેસ્ટના કારણે શારદાબેન સુરતમાં ખૂબ પ્રખ્યાત બન્યા છે.
આ સમોસામાં બટાકાનો મસાલો નહીં પરંતુ ચવાણું ભરવામાં આવે છે.
શારદાબહેનના પિતાએ ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતીને જોતા સમોસા બનાવીને વેચવાનું શરુ કર્યુ હતું.
શારદાબહેનના પિતાએ ઘરની ખરાબ આર્થિક પરિસ્થિતીને જોતા સમોસા બનાવીને વેચવાનું શરુ કર્યુ હતું.
20 વર્ષની ઉંમરે શારદાબહેન પણ તેમાં જોડાઈ ગયાં હતાં.
આજે આખા સુરતમાં શારદાબેને બનાવેલા સમોસા ગાંડા કાકાના સમોસાના નામે વખણાય છે.
80 વર્ષની ઉંમરમાં પણ દાદીમાંના શરીરમાં ગજબની સ્ફૂર્તિ છે.
આજે પણ તેમની સમોસા બનાવવાની ઝડપને કોઈ ટક્કર આપી શકતું નથી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...