સરકારી યોજના પણ બનાવી શકે કરોડપતિ, જાણી લો સાવ સરળ ટ્રિક
જો તમે પણ કરોડપતિ બનવાનું સપનું જોતા હોવ તો હવે તમે તમારું સપનું પૂરું કરી શકો છો.
આજના સમયમાં, કોઈપણ વ્યક્તિ કરોડપતિ બની શકે છે, જો તે રોકાણ માટે યોગ્ય ફોર્મ્યુલા જાણતો હોય.
યોગ્ય સમયે યોગ્ય આયોજનની મદદથી તમે ભવિષ્ય માટે મોટું ફંડ તૈયાર કરી શકો છો.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) એ ભારતમાં લોકપ્રિય લાંબા ગાળાની બચત યોજના છે. વર્તમાનમાં અહીં 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
રોકાણકાર નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકે છે.
PPF ખાતામાં મેચ્યોરિટી થતા 15 વર્ષ લાગે છે. જો કોઈ કમાણી કરનાર વ્યક્તિ 15 વર્ષ પૂરા કર્યા પછી તેના PPF ખાતામાં બે વાર વધારો કરે છે, તો તે 25 વર્ષમાં જંગી ફંડ બનાવીને કરોડપતિ બની જશે.
જો તમે આ સ્કીમ દ્વારા કરોડપતિ બનવા માંગો છો, તો તમારે આ સ્કીમમાં વાર્ષિક 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવવા પડશે.
PPF કેલ્ક્યુલેટર મુજબ, 25 વર્ષ પછી રોકાણની રકમ 37,50,000 રૂપિયા હશે. 7.10 ટકાના વ્યાજ દર મુજબ જમા રકમ પર વ્યાજ 65,58,015 રૂપિયા થશે.
આ રીતે તમને મેચ્યોરિટી પર અંદાજે રૂ. 1,03,08,015 મળશે.