1 શેર પર 18 રૂપિયા ડિવિડન્ડ આપશે જાણીતી કંપની, ચેક કરો રેકોર્ડ ડેટ

હિન્દુસ્તાન યૂનિલિવરે ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ક્વાટર પરિણામો જાહેર કરતાની સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. 

કંપની તેના યોગ્ય રોકાણકારોને 1 શેર પર 18 રૂપિયા ડિવિડન્ડ આપશે. 

કંપનીએ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ પણ નક્કી કરી દીધી છે. 

MORE  NEWS...

હાઉસ વાઈફના ફાયદાની વાત; દર મહિને 500-1000 બચાવો

'હે ભગવાન! આ વખતે બચાવી લો, ફરી શેરબજારમાં પગ નહીં રાખું'

સરકારી કર્મચારીઓને હરખની હેલી! મોદી કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને આપી મંજૂરી

ચાલૂ નાણાકીય વર્ષના બીજા ક્વાટરમાં હિન્દુસ્તાન યૂનીલિવરનો ચોખ્ખો નફો સામાન્ય ઘટીને 2,657 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે કુલ આવક 15,806 કરોડ રૂપિયા રહી છે. 

શેરબજારને આપેલી જાણકારીમાં કંપનીએ જણાવ્યું કે, ડિવિડન્ડ માટે 2 નવેમ્બરને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. 

આ વર્ષે કંપની રોકાણકારોને ત્રીજી વખત ડિવિડન્ડ આપવા જઈ રહી છે. 

આજે કંપનીના શેર 2,549 રૂપિયાના ભાવે બંધ થયા છે. ગત 1 મહિના દરમિયાન શેરમાં 3 ટકાથી વધારે તેજી જોવા મળી છે. 

MORE  NEWS...

હીટર અને ગીઝરના જમાના ગયા! હવે 999 રૂપિયામાં નીકળી જશે આખો શિયાળો

હવે ખેડૂતો ઉગાડી શકશે 5-5 ફૂટ લાંબી દૂધી; જાણો કેવી રીતે કરવામાં આવે છે તેની ખેતી?

સ્ટિયરિંગ નથી હોતું તો કેવી રીતે ચાલે છે ટ્રેન? કોના હાથમાં હોય છે તમારો જીવ?