કોણ છે AAP ના  આ સુંદર નેતા?

જેના ઠુમકાથી હલી ગયું MPનું રાજકારણ

MP દમોહ વિધાનસભા સીટ પરથી AAP ઉમેદવાર ચાહત પાંડેનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

AAP ઉમેદવાર ફિલ્મ 'સિમ્બા'ના ગીત 'આંખ મારે' પર જબરદસ્ત ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે.

AAP ઉમેદવારના આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

6 સેકન્ડના વાયરલ વીડિયોમાં ચાહતે જબરદસ્ત ડાન્સ કર્યો છે. જો કે આ વીડિયો ક્યારેનો છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

કેટલાક લોકો તેના વીડિયોની ટીકા કરી રહ્યા છે તો ઘણા તેના સમર્થનમાં સામે આવ્યા છે.

ઘણા ઈન્ટરનેટ યુઝર્સનું કહેવું છે કે તે ટીવી એક્ટ્રેસ રહી ચુકી છે તો ડાન્સ કરવામાં શું પ્રોબ્લેમ છે.

ચાહત પાંડેએ 17 વર્ષની ઉંમરે ટીવી શો પવિત્ર બંધનથી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણે અલાદ્દીન, તેનાલીરામ, નાગિન 2, સાવધાન ઈન્ડિયા, ક્રાઈમ પેટ્રોલ જેવી ઘણી સિરિયલોમાં પણ કામ કર્યું છે.

ચાહત હવે ટીવી શો 'નાથ જેવર યા જંજીર'માં મહુઆનું પાત્ર ભજવી રહી છે.