IPL 2024: અભિષેક શર્માએ વિરાટ કોહલીનો એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ તોડ્યો.
સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ IPL 2024માં 41 છગ્ગા ફટકાર્યા છે.
પંજબા સામેની SRHની છેલ્લી મેચમાં તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો.
વિરાટ કોહલીએ આ પહેલા 2016માં 38 છગ્ગા માર્યા હતા.
એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા મારવાના લિસ્ટમાં અભિષેક છઠ્ઠા નંબરે છે.
ક્રિસ ગેલ આ લિસ્ટમાં 59 છગ્ગા સાથે ટોપ નંબર છે, તેણે RCB તરફથી 2012માં આ રેકોર્ડ બનાવ્યો હતો.
KKRનો આંદ્રે રસેલ બીજા નંબરે છે, તેણે વર્ષ 2019માં સૌથી વધુ 52 છગ્ગા માર્યા હતા.
ક્રિસ ગેલે આ પહેલા વર્ષ 2013માં 51 સૌથી વધુ છગ્ગા માર્યા હતા.
રાજસ્થાન રોયલ્સના જોસ બટલરે 2022માં સૌથી વધુ 45 છગ્ગા માર્યા હતા.
RCBના પૂર્વ ખેલાડી ક્રિસ ગેલે વર્ષ 2011માં સૌથી વધુ 44 છગ્ગા માર્યા હતા.
અભિષેક શર્માએ હજુ SRH તરફથી વધુ બે મેચ રમવાની બાકી છે.