જેનેલિયાને રિતેશ દેશમુખની જન્મદિવસની વિશ વાઈરલ!

બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયા અને રિતેશ દેશમુખની જોડીને ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ કહેવામાં આવે છે. ચાહકોને તેના વચ્ચેનો પ્રેમ ઘણો પસંદ કરે છે.

તેમની લવ લાઈફ અને રિલેશનશિપની પણ અનેક ઈન્ટરવ્યુમાં ચર્ચા થાય છે. આજના સમયમાં સંબંધો તૂટે છે ત્યારે આ કપલે સારા સંબંધનું ઉદાહરણ આપ્યું છે.

જેનેલિયા તેનો 37મો જન્મદિવસ 5 ઓગસ્ટે સેલિબ્રેટ કરી રહી છે. અમે તમને આ કપલની લવ સ્ટોરી વિશે જણાવી રહ્યા છીએ.

જેનેલિયાના જન્મદિવસ પર તેના ફેન્સ ઘણી શુભકામનાઓ આપી રહ્યા છે. ત્યારે પતિ રિતેશે સોશિયલ મીડિયા પર જેનેલિયા માટે સુંદર પોસ્ટ શેર કરી છે.

રિતેશે પોસ્ટ પર લખ્યું, "હેપ્પી બર્થડે બાઈકો, તે ખરેખર મારું જીવન બદલી નાખ્યું છે." પત્ની જેનેલિયા પ્રત્યેનો રિતેશનો પ્રેમ તેમના શબ્દોમાં સ્પષ્ટ દેખાતો હતો.

જેનેલિયાના જન્મદિવસ પર રિતેશે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જેનેલિયા સાથેનો એક ક્યૂટ વીડિયો શેર કર્યો છે. 

આ રહ્યો એ વીડિયો..

તે જ સમયે, જેનેલિયાએ 15 વર્ષની ઉંમરે મોડલિંગમાં પ્રવેશ કર્યો હતો. તે પછી તેણે વર્ષ 2023માં ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

જેનેલિયા તમિલ અને તેલુગુ સિનેમાનું પ્રખ્યાત નામ છે. તેલુગુ ફિલ્મ 'હેપ્પી' બાદ જેનેલિયાના ફેન્સની લાંબી કતાર લાગી ગઈ હતી.

એક્ટ્રેસ જેનેલિયાએ તામિલ અને તેલુગુ ફિલ્મોમાં 2003થી 2005 સુધી કામ કર્યું છે.