અદાણી શેરમાં આવશે રોકેટ જેવી તેજી, ભાવ જશે 2000ની પાર

ઈન્ટરનેશનલ બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રુપના શેર પર મોટો ટાર્ગેટ આપ્યો છે. જેફરીઝે અદાણી ગ્રીન એનર્જીના શેર પર કવરેજ શરૂ કર્યું છે. 

આ બ્રોકરેજનું માનવું છે કે, કંપનીના બિઝનેસ માટે સ્થિતિ ઘણી સારી છે અને ગ્રીન એનર્જી સેક્ટર સાથે જોડાયેલી આ કંપની તેના બિઝનેસનો વિસ્તાર કરવા માટે તૈયાર છે.

વાસ્તવમાં, જેફરીઝનું માનવું છે કે, ખાવડા પ્લાન્ટની શરૂઆત, અદાણી ગ્રીન માટે ગેન ચેન્જર સાબિત થશે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

બ્રોકરેજ ફર્મ જેફરીઝે અદાણી ગ્રીનના બિઝનેસ વિસ્તારને લઈને કંપનીના શેરો પર નવો ટાર્ગેટ આપ્યો છે. જે વર્તમાન ભાવથી 18 ટકા વધારે છે.

જેફરીઝએ અદાણી ગ્રીનના શેરો પર 2,130 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. હાલ શેરનો વર્તમાન ભાવ 1830 રૂપિયા છે.

ગત 5 વર્ષોમાં અદાણી ગ્રીન એનર્જના શેર 3,800 ટકાથી વધારે વધી ગયા એટલે કે આ સમયમાં શેરે રોકાણકારોન રૂપિયાને 38 ગણા કરી દીધા છે. એક વર્ષમાં આ શેર 65 ટકાથી વધારે રિટર્ન આપી ચૂક્યો છે.

બ્રોકરેજનું કહેવું છે કે, આ કંપનીનું ફોકસ નફામાં વધારો કરવા પર છે. 25 જુલાઈ, 2024ના રોજ અદાણી ગ્રીન એનર્જીએ તેના જૂન ક્વાટવના પરિણામો રજૂ કર્યા છે. જેમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો 95 ટકા વધીને 629 કરોડ રૂપિાયા રહ્યો છે.

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.