અધિક માસની અમાસ છે ખાસ, આ ઉપાય અપાવશે પિતૃદોષમાંથી મુક્તિ
હિન્દુ ધર્મમાં અધિકમાસના મહિનાને પૂજા પાઠ, જપ, તપ, દાન માટે ખુબ શુભ માનવામાં આવે છે.
અધિક માસ અમાસ અને પૂર્ણિમા પર્વની જેમ ઉજવવામાં આવે છે.
અધિકમાસની અમાસ 3 વર્ષ પછી આવે છે. આ વર્ષે આ તિથિ 16 ઓગસ્ટ, એટલે આજે છે.
જ્યોતિષાચાર્ય પંડિત મનોજ શુક્લા જણાવે છે કે અમાસની તિથિ ખાસ પિતૃઓ માટે મનાવવામાં આવે છે.
પંચાંગકર્તા અનુસાર અમાસ તિથિ વિશેષ પિતૃનો સમય હોય છે.
આ દિવસે કરેલ પિંડદાન, તર્પણ અને દાનથી સાત પીઢીઓ સુધીના પૂર્વજોને તૃપ્તિ મળે છે.
પરિવારમાં દુઃખ દૂર થઇ ખુશીઓનું આગમન થાય છે. પ્રગતિના રસ્તા ખુલે છે.
આ દિવસે કુંડળીમાંથી પિતૃદોષ સબંધી ગ્રહ દોષને દૂર કરવા માટે શિવલિંગ પર જળ, દૂધ, દહીં, મધ ચઢાવો.
અધિકમાસની અમાસ પર પિતૃસૂકલનો પાઠ કરવાથી વૈવાહિક જીવનમાં તણાવ દૂર થાય છે.
Click Here
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)