પ્રાકૃતિક ખેતી થકી મહત્તમ અને ચોખ્ખું ખેત ઉત્પાદન મળે છે, બમ્પર આવક આવક થાય છે, પર્યાવરણ અને માનવી સ્વાસ્થ્યને રક્ષણ મળે છે અને પાણીની બચત થાય છે.
હાલ ખેડૂત ફક્તને ફક્ત દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ દેશી ગાયના નિભાવ માટે રાજ્ય સરકાર દ્વારા મળતી સહાયનો પણ લાભ લે છે. રાજ્ય સરકાર દ્વારા તેમને પ્રતિમાસ 900 રૂપિયાની સહાય મળે છે.
ખાસ વાત એ છે કે, આ પ્રગતિશીલ ખેડૂત નક્ષત્ર આધારિત પદ્ધતિથી ખેતી કરે છે. વાવેતર, ખાતર, રોગ જીવાત નિયંત્રણ સહિતની લણણી સુધીની પ્રક્રિયા નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિથી કરે છે.
નક્ષત્ર આધારીત ખેતીની ખાસ વાત એ છે કે, છોડમાં પાણીનું સવિશેષ પ્રમાણ ચંદ્રના પ્રકાશથી સતત પ્રભાવિત થતું હોય છે.
જો ચંદ્ર પ્રકાશની અસરને સમજીને પાકની વાવણી, લણણી વગેરે કરવામાં આવે, તો ખેડૂતને ખેતીમાં સારા પરિણામો મળતા હોય છે.