31 ઓક્ટોબર પછી આ બેંકના ખાતાધારકોનું ATM કાર્ડ થઈ જશે બંધ!

જો તમે આ દિવસોમાં ડેબિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે.

સરકારી બેંક BoI (Bank of India)માં ખાતા ધરાવતા ગ્રાહકોના ડેબિટ કાર્ડ હવે નકામા થઈ જશે. BOIએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

બેંકે કહ્યું છે કે 31 ઓક્ટોબર પછી ગ્રાહકો ન તો કોઈ ટ્રાન્ઝેક્શન કરી શકશે અને ન તો તેમના ATM કાર્ડમાંથી પૈસા ઉપાડી શકશે.

MORE  NEWS...

હીટર અને ગીઝરના જમાના ગયા! હવે 999 રૂપિયામાં નીકળી જશે આખો શિયાળો

હવે ખેડૂતો ઉગાડી શકશે 5-5 ફૂટ લાંબી દૂધી; જાણો કેવી રીતે કરવામાં આવે છે તેની ખેતી?

સ્ટિયરિંગ નથી હોતું તો કેવી રીતે ચાલે છે ટ્રેન? કોના હાથમાં હોય છે તમારો જીવ?

બેંક ઓફ ઈન્ડિયા (BOI) એ ટ્વિટમાં લખ્યું છે કે પ્રિય ગ્રાહક, નિયમનકારી માર્ગદર્શિકા મુજબ, ડેબિટ કાર્ડ સેવાઓનો લાભ લેવા માટે માન્ય મોબાઈલ નંબર ફરજિયાત છે.

બેંકે ગ્રાહકોને વિનંતી કરી છે કે તેઓ કૃપા કરીને તેમની શાખાની મુલાકાત લે અને ડેબિટ કાર્ડ સેવાઓ બંધ ન થાય તે માટે 31.10.2023 પહેલા તેમનો મોબાઈલ નંબર અપડેટ/રજીસ્ટર કરાવે.

આ સિવાય જો તમે ભવિષ્યમાં પણ બેંકના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવા માંગતા હોવ તો કોઈપણ વિલંબ કર્યા વિના બ્રાન્ચમાં જઈને તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરો.

બેંકે કહ્યું છે કે ગ્રાહકો ATM અથવા તો ઓનલાઈન દ્વારા નંબર બદલી શકે છે. જો તમે આ કરી શકતા નથી તો તમે શાખાનો સંપર્ક પણ કરી શકો છો.

MORE  NEWS...

બીરબલના દિમાગમાંથી નીકળી હોય તેવી યુક્તિ! જાણી લેશો તો 50 લાખ રૂપિયાનું ઘર માત્ર 27 લાખમાં મળી જશે

આ તો ચિરાગમાંથી નીકળેલા જીન જેવી ખેતી, 1 વીઘામાં દર પાંચમાં દિવસે થશે 10,000 રૂપિયાની કમાણી

ખિસ્સામાં માત્ર રૂ.300 લઈને નીકળેલી છોકરીએ ઊભો કરી દીધો 100 કરોડનો કારોબાર

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.